Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ રાગ અથવા વૈષ થાય છે. એ પ્રમાણે જીવને સંસારચક્રમાં અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત ભાવ થયા કરે છે એમ જિનવરોએ કહ્યું છે. વિષયને સહજ, સરળ અને સૂત્રાત્મક રીતે રજૂ કરવાનું, તેમનામાં સ્વાભાવિક સામર્થ્ય હતું. સિદ્ધાંત-નિરૂપણમાં પણ તેમની શૈલી જ્ઞાનનો સહજ રીતે અવબોધ કરાવનારી અને વિશદ છે. પંચાસ્તિકાય વિશે શ્રી અમૃતચંદ્રસૂરિએ તત્ત્વદીપિકા અથવા સમ વ્યાખ્યા નામની ટીકા લખી છે. જયસેન આચાર્યએ તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે અને બ્રહ્મદેવે પણ તેના વિશે વિસ્તૃત ટીકા લખી છે. શ્રી પંચાસ્તિકાયસંગ્રહના મૂળ અને સંસ્કૃત પાઠ સાથેનો આ ગુજરાતી અનુવાદ, મુખ્યત્વે વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં અનેક ક્ષતિ રહી હોવાની સંભાવના છે. પ્રસ્તુત સંગ્રહનું પ્રફવાચન શ્રી શોભનાબહેન શાહે કર્યું છે, તે માટે તેમનો આભાર માનું . ગ્રંથના મૂળ તથા સંસ્કૃત પાઠ માટે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) દ્વારા પ્રકાશિત, શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ – અનુવાદિત – શ્રી પંચાસ્તિકાય-સંગ્રહનો આધાર લીધો છે, તે માટે હું તેમના પ્રત્યે ઋણભાવ વ્યક્ત કરું છું. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આ ગ્રંથનું પ્રકાશનકાર્ય હાથ ધરવામાં આવ્યું છે તે માટે ગૂજરાત વિદ્યાપીઠનો તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરિજીએ અનેક રીતે કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં આ ગ્રંથનો “આવકાર' લખી આવ્યો છે તે માટે હૃદયપૂર્વક તેમનો આભાર માનું છું. આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ નિરંજના વોરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86