________________
સમયસારમાં શુદ્ધ નય પ્રમાણે નવ તત્ત્વોનું પ્રતિપાદન છે અને પંચાસ્તિકાયમાં કાળ સહિત પાંચ અસ્તિકાયો અને નવ પદાર્થ સહિત મોક્ષમાર્ગનું વર્ણન છે.
આ પ્રકાંડ શાસ્ત્રગ્રંથોના પ્રણેતા શ્રી કુંદકુંદાચાર્યનું સ્થાન કેટલું મહત્ત્વનું છે,તેનો ખ્યાલ તેમને માટે રચાયેલા આ શ્લોકને આધારે મેળવી શકાય છે : મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી । મંગલં કુન્દકુન્દાએઁ જૈનધર્મોસ્તુ મંગલમ્ ।।
ષટ્કાભૂતની શ્રી શ્રુતસાગરસૂરિકૃત ટીકાના અંતમાં શ્રી કુંદકુંદાચાર્યની મહત્તા દર્શાવતાં આ પ્રમાણે જણાવ્યું છે : ‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃધ્રપિચ્છાચાર્ય · એ પાંચ નામોથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલવાની જેમને ઋદ્ધિ હતી, જેમણે પૂર્વ વિદેહમાં જઈને સીમંધર ભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા શ્રુતજ્ઞાન વડે જેમણે ભારતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે, એવા જે જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ. (ભગવાન કુંદકુંદાચાર્યદેવ)
અહીં તેમને કળિકાળસર્વજ્ઞ કહેવામાં આવ્યા છે, તેના દ્વારા તેમની બહુશ્રુત વિદ્વત્તાનો ખ્યાલ આવે છે. તેમના વિશેના અન્ય કેટલાક ઉલ્લેખો પણ નોંધપાત્ર છે, જેમ કે :
વન્દો વિભુર્ભુવિ ન કૈરિહ કૌણ્ડકુંદ: કુન્દ-પ્રભા-પ્રણયિ-કીર્તિ-વિભૂષિતાશ: । યચારુ-ચારણ-કરામ્બુાંચરીક – ચક્રે શ્રૃતસ્ય ભરતે પ્રયત: પ્રતિષ્ઠામ્ ।
C
અર્થ :
કુંદકુંદની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોનાં — ચારણૠષિધારી મહામુનિઓનાં સુંદર હસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે પ્રભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંદ્ય નથી ?
જઈ પઉમણંદિણાહો સીમંધરસામિદિવ્યણાણેણ ણ વિવોહઇ તો સમણા કહું સુમÄ પયાણંતિ ॥
અર્થ :
શ્રી સીમંધરસ્વામી (મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદીનાથે (શ્રીકુંદકુંદાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માંર્ગને કેમ જાણત ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org