Book Title: Panchastikaya Sangraha Author(s): Niranjana Vora Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 8
________________ પ્રસ્તાવના શ્રી મહાવીરસ્વામી ઉપદેશિત જ્ઞાનની પરંપરા, તેમના નિર્વાણ પછી, લગભગ ૯૮૦ વર્ષ સુધી શ્રુતકેવલીઓ અને વિદ્વાન આચાર્યો દ્વારા પ્રવર્તમાન રહી હતી. ઈ. સ. ૫૦૦ની આસપાસ વલભીવાચના દ્વારા આગમો રૂપે તેમના ઉપદેશવચનોનું અંતિમ સંકલન થયું. મહાવીર સ્વામીના નિર્વાણ પછી પાંચમાં શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી અને તેમની પરંપરામાં થયેલા શ્રી ધરસેન આચાર્ય, શ્રી ગુણસેન આચાર્ય અને અન્ય વિદ્વાન આચાયોએ મહાવીરસ્વામીના જ્ઞાનોપદેશના પ્રવાહને વહેતો રાખ્યો હતો. તેમ છતાં, તેમાંથી કાળક્રમે આગમજ્ઞાનના કેટલાક ભાગનો લોપ થયો હતો. ઈ. સ.ની પ્રથમ શતાબ્દીની આસપાસ જૈન ધર્મના મુખ્યત્વે વેતામ્બર અને દિગમ્બર – એમ બે સંપ્રદાયોનો આવિર્ભાવ થયો. તેમાંથી શ્વેતાંબર પરંપરાએ ૪૫ આગમોને માન્ય રાખ્યાં હતાં, પણ દિગંબરોના મતાનુસાર આગમસાહિત્ય વિચ્છિન્ન થઈ ગયું હતું. જોકે, બંને સંપ્રદાયો ગણધરો દ્વારા અર્ધમાગધીમાં રચિત દ્વાદશાંગ આગમોને સ્વીકારે છે. બંને સંપ્રદાય ૧૨મા અંગ દષ્ટિવાદના પાંચ ભેદનો પણ સ્વીકાર કરે છે કે જેમાં ૧૪ પૂર્વોનો સમાવેશ થાય છે, પણ તે સિવાય આગમોની સંખ્યા અને હાસ વિશે દિગંબરોની કેટલીક માન્યતાઓમાં ભિન્નતા જોવા મળે છે. દિગંબર સંપ્રદાય અનુસાર આગમોના મુખ્ય બે ભેદ છે : અંગબાહ્ય અને અંગપ્રવિણ. અંગબાહ્યના ચૌદ ભેદ છે : સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદના, પ્રતિકમણ, વૈનાયિક, કૃતિકર્મ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, કલ્પવ્યવહાર, કલ્પાકલ્પ, મહાકલ્પ, પુંડરીક, મહાપુંડરીક અને નિષિદ્ધિકા. અંગપ્રવિષ્ટના બાર પ્રકાર છે : આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધર્મકથા, ઉપાસકાંધ્યયન, અંત:કૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દષ્ટિવાદ, દષ્ટિવાદના પાંચ અધિકાર આ પ્રમાણે છે : પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા. પરિકર્મના પણ પાંચ ભેદ છે : ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ. સૂત્ર અધિકારમાં જીવ તથા વૈરાશિકવાદ, નિયતિવાદ, વિજ્ઞાનવાદ, શબ્દવાદ, પ્રધાનવાદ, દ્રવ્યવાદ અને પુરુષવાદનું વર્ણન છે. પ્રથમાનુયોગમાં પુરાણોનો ઉપદેશ છે. પૂર્વગત અધિકારમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનું કથન છે. તેની સંખ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 86