Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ આવકાર ગૂજરાત વિદ્યાપીઠે જૈન અભ્યાસ કેન્દ્રની યોજના કરીને જૈન ધર્મના સિદ્ધાંતોના અધ્યયન તથા પ્રસારણ માટે એક ઉમદા મંચ પૂરો પાડ્યો છે. આ કેન્દ્રના ઉપક્રમે જૈન વિદ્યા માટેનો એક અભ્યાસક્રમ પણ તૈયાર થયો છે, થઈ રહ્યો છે, તે એક મહત્ત્વપૂર્ણ બીના છે. આવા અભ્યાસક્રમ દ્વારા જૈન-અજૈન અનેક જિજ્ઞાસુઓને જૈન ધર્મના વિશ્વમંગલકર સિદ્ધાંતોનો પરિચય થશે અને એ રીતે તેમના તેમ જ તેઓ દ્વારા ઘણાબધા જનોના જીવનમાં અહિંસા, અભય, અનેકાંત તથા અપરિગ્રહનાં અજવાળાં પથરાશે. આ અભ્યાસક્રમ અંતર્ગત, બે મહત્ત્વના ગ્રંથો દ્રવ્યસંગ્રહ તથા પંચાસ્તિકાય, જે ગ્રંથો દિગંબર આમ્નાયને અનુસરતા છે, શૌરસેની પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ રચાયેલા છે અને જૈન તત્ત્વજ્ઞાનનું વિશદ તથા સુગમ પ્રતિપાદન આપે છે, તેનો સરળ-સુબોધ અનુવાદ, પૂર્વે થયેલા અનુવાદોને આધારે, કેન્દ્રના વર્તમાન નિયામક વિદુષીબહેન પ્રા. ડૉ. નિરંજનાબહેન વોરાએ કર્યો છે, અને હવે તે ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે, તે ઘણા જ હર્ષની વાત ગણાય. નિરંજનાબહેનના અનુવાદો હું અક્ષરશ: જઈ તપાસી ગયો છું, અને મને લાગ્યું છે કે ગ્રંથોના ગહન વિષયોને વિદ્યાથીઓ બરાબર તથા સ્પષ્ટ સમજી શકે તે રીતે પ્રસ્તુત કરવામાં તેમણે ધારી સફળતા પ્રાપ્ત કરી છે. આવા તત્ત્વજ્ઞાનના ગ્રંથોને આટલા સરળ રૂપમાં રજૂ કરવા બદલ તેઓને ઘણા ઘણા અભિનંદન ઘટે છે. આશા રાખીએ કે આ બધા ગ્રંથોનો પૂરેપૂરો લાભ જિજ્ઞાસુ અભ્યાસાર્થીઓ લેશે અને તત્ત્વજ્ઞાન-પથના રસિક પથિક થવામાં તેઓ ગૌરવ અનુભવશે. શ્રી યશોભદ્ર શુભંકર જ્ઞાનાશાળા જૈન સોસાયટી, ગોધરા (પંચમહાલ) શીલચન્દ્ર વિજય ૩૦ જૂન, ૧૯૯૭ દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 86