Book Title: Panchastikaya Sangraha Author(s): Niranjana Vora Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 6
________________ દ્રવ્યનું લક્ષણ છે – સત્ દ્રવ્ય નક્ષમ્ | જૈનદષ્ટિએ આ દ્રવ્યોને અસ્તિત્વ છે – સત્તા છે તેથી તે “અસ્તિ' (વિદ્યમાન) કહેવાય છે. આ દ્રવ્યોને અનેક પ્રદેશો છે તેથી તેઓ ‘કાય” (અનેક પ્રદેશોના સમૂહ) કહેવાય છે. આ દ્રવ્યો નિત્ય છે, અનાદિ છે, કદમાં સૂક્ષ્મ કે વિરાટ છે. તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યતાનો ગુણ ધરાવે છે. પ્રદેશ એટલે પુદ્ગલના એક અવિભાજ્ય પરમાણુ દ્વારા રોકાયેલો હોય એવો અવકાશાદિકનો એક ભાગ. પુદ્ગલનો એક પરમાણુ જેટલું આકાશ (સ્થાન) રોકે છે, તે પ્રદેશ' કહેવાય. ‘કાય' – એ પ્રદેશયુક્ત વસ્તુને અપાયેલું શાસ્ત્રીય નામ છે. આ રીતે જે દ્રવ્યોમાં અનેક પ્રદેશો હોય છે તે “અસ્તિકાય' કહેવાય છે. જીવ, પુગલ, ધર્મ, અધર્મ અને આકાશને અનેક પ્રદેશો હોવાથી તે અસ્તિકાય છે; જ્યારે કાળ અનસિકાય છે તેને કોઈ પ્રદેશો નથી. દ્રવ્યના અસ્તિ’ અને ‘કાય” વિશેના તત્ત્વજ્ઞાનની ગાથા સ્વરૂપે, પણ સૂત્રાત્મક અને સમગ્રલક્ષી માહિતી આ ‘પંચાસ્તિકાય' ગ્રંથમાં આપવામાં આવી છે. આજના યુગમાં જે સામાજિક ચેતના, સહિષતા અને સહઅસ્તિત્વની આવશ્યકતા છે, તેને માટે પ્રત્યેક ધર્મનું સમન્વયાત્મક અને વૈજ્ઞાનિક દષ્ટિએ અધ્યયન થાય એ જરૂરી છે. પ્રસ્તુત ગ્રંથ જૈનદર્શનના સૃષ્ટિના સ્વરૂપ વિશેના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સુન્દુ પરિચય આપે છે. આંતરરાષ્ટ્રીય જૈનવિઘા અધ્યયન કેન્દ્રનાં સંયોજક ડૉ. નિરંજન વોરાએ મૂળ પંચાસ્તિકાયની પ્રાકૃત ગાથાઓ (તેના સંસ્કૃત રૂપાંતર સહિત) સાથે તેનો ગુજરાતી અનુવાદ આપીને આ સંકલન તૈયાર કર્યું છે. તેમના આ સ્તુત્ય પ્રયાસને હું આવકારું છું. જૈનવિઘાના અભ્યાસીઓને તે ઉપયોગી બની રહેશે તેવી શ્રદ્ધા છે. ગોવિંદભાઈ રાવલ કુલનાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 86