Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ જૈનદર્શનના આવા પ્રકાંડ વિદ્વાને રચેલા પંચાસ્તિકાયસંગ્રહના ગ્રંથમાં જૈનદર્શનના સારભૂત સિદ્ધાંતોનું નિરૂપણ થયેલું છે. તેમાં કાળ સહિત પાંચ અસ્તિકાયો – એટલે કે ષડુ દ્રવ્યો અને નવ તત્ત્વો સહિત મોક્ષમાર્ગનું વિશદ અને સૂત્રાત્મક રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમાં ૧૭૩ (જયસેન અનુસાર ૧૮૧) ગાથાઓ છે, જે બે શ્રુતસ્કંધમાં વિભાજિત થયેલી છે. પદ્રવ્ય – પંચાસ્તિકાયવર્ણન નામના પહેલા શ્રુતસ્કંધમાં ૧૦૪ ગાથાઓ છે. પ્રથમ ગાથામાં સમય અર્થાત્ આગમને પ્રણામ કરીને શબ્દ, જ્ઞાન અને અર્થરૂપે – એમ ત્રણ પ્રકારે સમય શબ્દનો અર્થ આપીને ક્રમશ: છ દ્રવ્યોનું સ્વરૂપ વર્ણવ્યું છે. દ્રવ્યનું સ્વરૂપ, તેના પ્રકાર, સમભંગી, ગુણ અને પર્યાય, કાળ, દ્રવ્યનું સ્વરૂપ, જીવનું લક્ષણ, સિદ્ધોનું સ્વરૂપ, જીવ અને પુદ્ગલનો બંધ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળના સ્વરૂપ-લક્ષણનું પ્રતિપાદન તેનો મુખ્ય વિષય છે. જીવ દ્રવ્યમાં સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વગેરે અનંત ગુણો છે. તેનાથી રહિત તે અજીવ દ્રવ્ય છે. જેનામાં સદા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અનંત ગુણો છે તે પુદ્ગલ દ્રવ્યો ધર્મ અને અધર્મના વિશિષ્ટ ગુણ ગતિ અને સ્થિતિ હેતુત્વ સહિત છે. આકાશમાં અવગાહન શક્તિ છે અને કાળવર્ગના હેતુત્વનો ગુણ અસ્તિકાય છે. કાળદ્રવ્ય “અસ્તિ” છે, પણ કાય-પ્રદેશયુક્ત નથી તેથી તેની ગણના અસ્તિકામાં કરી નથી. નવ પદાર્થ સહિત મોક્ષમાર્ગ વિશેના બીજા શ્રુતસ્કંધમાં પુણ્ય, પાપ, જીવ, અજીવ, આવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષનું કથન છે. શુભ અને અશુભ – પુગ્ય અને પાપકર્મોથી બદ્ધ જીવ સંસારમાં કેવી રીતે આવાગમન કરે છે અને કેવી રીતે તેમાંથી મુક્તિ – મોક્ષ મેળવી શકે તેનું અર્થાતુ મોક્ષમાર્ગનું યથાર્થ રીતે આલેખન કરવામાં આવ્યું છે. સંસારમાં આવાગમન કરતા જીવનું સંક્ષેપમાં પાગ માર્મિક રીતે શ્રી કુંદકુંદાચાર્યે સહજભાવે નીચેની ગાથાઓમાં વર્ણન કર્યું છે : જો ખલુ સંસારત્યો જીવો તો દુ હોદિ પરિગામો પરિણામોદો કર્મો કમ્માદો હોદિ ગદિસ ગદી . ૧૨૮. ગદિમધિગદમ્સ દેહો દેહાદો ઇદિયાણિ જયંતે . તેહિ દુ વિસયગ્રહણ તો રાગો વ દોસો વા . ૧૨૯ છે જાયદિ જીવસેવ ભાવો સંસારચકવાલમ્બિા ઈદિ જિણવહિં ભણિદો અનાદિણિધણો સધિણો વા . ૧૩૦ જે જીવ ખરેખર સંસારસ્થિત (તે સંસારી હોવાને કારણે) તેનાથી પરિણામ થાય છે. પરિણામથી કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય છે. ગતિ પ્રાપ્ત દેહ ધારણ કરે છે, દેહથી દરિયો થાય છે, ઇંદ્રિયોથી વિષયગ્રહણ અને વિષયગ્રહાગથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86