________________
નિર્જરા - સત્તામાં રહેલાં અને ઉદયમાં આવતાં કર્મોને નાશ કરવાની આત્મશક્તિ તે નિર્જરા છે. તેના બે પ્રકાર છે :
પાઠ : ૧૨
છ નિર્જરાતત્ત્વ - નિર્જરી કે ખરી જવું
૧. અકામ નિર્જરા : ઉદયમાં આવેલાં કર્મ તેના કાળે નષ્ટ થાય છે, પણ તે સમયે ઉપયોગ ઉદય કર્મમાં જોડાયેલો હોવાથી વિભાવદશાને કારણે નવો અનુબંધ કરે છે. તેથી તે કર્મોનું ખરવું અકામ નિર્જરા છે.
૨. સકામ નિર્જરા : જ્ઞાની – મુનિને હોય છે. ઉદયવર્તી કર્મો સાથે ઉપયોગની તદ્રુપતા ન હોવાથી, ઉપયોગ શુદ્ધ જ્ઞાનમય હોવાથી કર્મો નાશ પામે છે. અને નવો બંધ તેવો થતો નથી. તે સકામ નિર્જરાતત્ત્વ છે.
૧. દ્રવ્યનિર્જરા :
૨. ભાવનિર્જરા :
બાર પ્રકારના તપ
બાહ્ય
૧.
૨.
૩.
૪.
૫.
૬.
આત્મ પ્રદેશોથી કર્મપરમાણુઓનું ક્રમે ક્રમે ક્ષીણ થવું. વિભાવજનિત રાગાદિ ભાવકર્મનું ક્રમે ક્રમે ક્ષીણ થવું.
નિર્જરા થવાનું સાધન તપ છે. તપ-ઇચ્છાનું અટકવું, નિરોધ થવો કે શમાઈ જવું.
‘ઇચ્છા નિરોધ તપ’
ઇચ્છા નિરોધ માટેનાં સાધનો
-
છ બાહ્ય અને છ અત્યંતર છે.
બાહ્ય તપના છ પ્રકાર
બાહ્ય દૃષ્ટિથી દેખાય; તપ શરીરને તપાવે, દમે તે.
અનશન : અલ્પાધિક સમય માટે સર્વ પ્રકારના આહારનો ત્યાગ.
ઉણોદરી : ભૂખ કરતાં ઓછો આહાર લેવો.
વૃત્તિ સંક્ષેપ : આહારના પદાર્થોની મર્યાદા રાખી ગણત્રીમાં લેવા.
રસ ત્યાગ : સ્વાદના જય માટે સ્વાદિષ્ટ રસોનો ત્યાગ કરવો. તેમાં દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તળેલું (મીઠું) રસવાળા પદાર્થો છે.
કાય કલેશ : શરીર સાધનામાં દૃઢ રહે તેમ કસવું.
સંલીનતા ઃ પદ્માસન જેવા આસનનો મહાવરો રાખવો.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org