________________
જૈનદર્શનમાં શ્વેતાંબર આમ્નાય પ્રમાણે પંદર ભેદે મોક્ષમાર્ગનું નિરૂપણ છે. તેમાં ગૃહસ્થ તથા તાપસાદિ વેષનો સમાવેશ થયેલો છે. તેમ છતાં તેમાં એક નિયમ ખાસ સમજવાનો છે કે ગૃહસ્થ વેષ હોય તોપણ શુદ્ધભાવની ઉત્કૃષ્ટતાથી શુકલધ્યાન પ્રગટે છે ત્યારે જીવ કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે.
ગૃહસ્થ એમ માને કે આ દશા કે વેષમાં મોક્ષ થતો હોય તો શા માટે સાધુ થવું ? અને ગૃહ જંજાળ છોડે નહિ તો રખડી પડે. શુદ્ધ પરિણામ વડે કર્મનો સર્વથા ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટે અને જો આયુષ્ય શેષ હોય તો તેને ચારિત્ર ઉદયમાં આવે જ. આવા દૃષ્ટાંત અપવાદપણે છે. સાધકે તો ઉત્સર્ગ માર્ગે જવાનું છે.
તાપસાદિની ધર્મ કે ક્રિયાથી મોક્ષ નથી. પણ તાપસવેષ હોવા છતાં તે જીવને સર્વજ્ઞ પ્રરૂપિત તત્ત્વોમાં અનન્ય શ્રદ્ધા થાય, પોતે વેષનો ત્યાગ કરી ન શકે, છતાં પરિણામ શુદ્ધ થતાં શુક્લધ્યાન વડે કેવળજ્ઞાન પામે. સર્વશે બતાવેલા માર્ગમાં તેની વર્તના હોય છે. પોતાના માનેલા ક્રિયાકાંડથી મોક્ષ થતો નથી.
રત્નત્રયનો આરાધક શુદ્ધભાવની શ્રેણીએ શુકલ ધ્યાન દ્વારા કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. તેમાં જાતિ-વેષનો ભેદ નથી. આથી જ્ઞાની જનોએ એનું નિરૂપણ કર્યું છે કે :
“સંયંવરોવા આસંવરોય બુદ્ધોય અહવ અનોવા સમભાવ ભાવિ અપ્પા, લહઈ મુકાં ન સંદેહો’
શ્વેતાંબર હો, દિગંબર હો. બુદ્ધ હો કે અન્ય હો આત્માના શુદ્ધ સમતાયુક્ત પરિણામથી મોક્ષ છે તેમાં સંદેહ નથી.
મોક્ષ શુદ્ધ આત્મસ્વરૂપ છે. તે શુદ્ધ ચારિત્ર અને વિતરાગ ભાવથી પ્રગટ થાય
છે.
Jain Education International
૧. જીવ ૨. અજીવ. ૩. પુણ્ય. ૪. પાપ. ૫. આશ્રવ. ૬. સંવર ૭. નિર્જર. ૮. બંધ. ૯. મોક્ષ.
૧૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org