________________
00
0
પાઠ : ૪૭ આત્મભ્રાંતિને ટાળો ઃ એ જ ભવરોગ છે. મોક્ષતત્વની અશ્રદ્ધા છે
આ નવતત્ત્વને સમજવાની ભૂલ ક્યાં થાય છે તે સમજવું ખૂબ જરૂરી છે. જીવતત્ત્વની ભૂલ ? જીવ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ છે, પરમશુદ્ધ તત્ત્વ છે. તે તેનો શું સ્વભાવ છે. તેને જાણવાને બદલે શરીરને આત્મા જાણે છે, અને તે સુખી તો હું શું સુખી, એમ માને છે. બાહ્ય સંયોગથી પોતે પોતાને સુખી – દુઃખી માને છે. ધાર્મિક બાહ્ય સંયોગથી થતા શુભભાવને ધર્મ માને છે, તે જીવતત્ત્વની ભૂલ છે. આત્માનું
સુખ આત્મભાવમાં છે. હું ૨. અજીવતત્ત્વની ભૂલ : શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ છે. તેના મરી જવાથી
મારો નાશ થાય છે. ધન-માલ ઇત્યાદિ જડ પદાર્થોમાં સુખ માનવું, તેના વિયોગથી દુખી થવું તે અજીવતત્ત્વની ભૂલ છે. ૩. પુરાતત્ત્વની ભૂલ : શુભ ભાવ વડે કર્મવર્ગણાઓનું શુભબંધરૂપે પરિણમવું તે
પુણ્યાસવ છે. જીવ પુણ્યની ક્રિયાને ધર્મ માને છે. પુણ્યથી સુખ માને છે. પુણ્ય એ શુભબંધ છે, ધર્મ નથી. અશુભથી છૂટવાનું એક માત્ર નિમિત્ત છે. તેને એકાંત
ઉપાદેય માનવું તે પુણ્યતત્ત્વની ભૂલ છે. ૪. પાપતત્ત્વની ભૂલ : મન, વચન, કાયાનાં અશુભ વર્તન હિંસાદિ ભાવથી અશુભબંધ
થાય છે, તે પાપ છે. પુણ્ય મને સુખ આપે છે અને પાપ મને દુઃખ આપે છે, માટે
અહિતકારી છે, તેમ ભેદ પાડે છે. તે પાપતત્ત્વની ભૂલ છે. બંને અહિતકારી છે. ૫. આશ્રવતવની ભૂલ: મિથ્યાત્વ, રાગાદિ, શુભાશુભભાવ બંને આત્માની શક્તિને
રોકનારા છે. છતાં જીવ તેમાં રોકાઈને હિતાહિત માને છે. તે આશ્રવતત્ત્વની ભૂલ છે. ૬. સંવરતત્ત્વની ભૂલ : સંવરમાં સંયમરૂપ સ્વરૂપનું આરાધન છે. તેમાં જીવ દુઃખ
માને છે કે અરેરે, મારે સંયમ કરવો પડશે, તે તો કષ્ટદાયક છે. સંવર આત્મગુણ છે. તેમાં કષ્ટ માનવું તે સંવરતત્ત્વની ભૂલ છે. નિર્જરાતત્ત્વની ભૂલ : આત્મામાં એકાગ્ર થઈ શુભાશુભ બંને ભાવને દૂર કરવા. 6 આત્મશુદ્ધિ માટે તપ કરવું તે નિર્જરા છે. પણ અજ્ઞાની જીવ તપને કાયકલેશ કે
દમન માની લે છે, અને ઇચ્છાઓમાં જ રાચે છે, તે નિર્જરાતત્ત્વની ભૂલ છે. ૮. બંધતત્ત્વની ભૂલ પુણ્યપાપબંને શુભાશુભબંધ છે. બંને તત્ત્વ હેય છે. પુણ્યયોગમાં રાગ
અને હિતવિચારવું તે ભૂલ છે, અને પાપયોગમાંષ કે અહિત વિચારવું તે ભૂલ છે. મોક્ષતત્વની ભૂલ : આત્માની પરમ શુદ્ધ દશાનું પ્રગટવું તે મોક્ષ છે. નિરાકુળ અવસ્થા છે. સ્વાધીન શાશ્વત સુખની અવસ્થા છે. પણ જીવ એમ માને છે. શરીર વગર વસ્ત્ર, પાત્ર, મિત્ર, વગર કે આહારાદિ વગર ખરેખર સુખ મળે ખરું? જો શરીરાદિ ન હોય તો તે સુખ શા કામનું ? સસુખથી વિપરીત માન્યતા તે મોક્ષતત્ત્વની ભૂલ છે. અથવા સંસારના સુખને અને મોક્ષના સુખની સરખામણી કરવી, તે ભૂલ છે.
૧૧૯ ૪૦૦૦૦૦૦૦૦૦
00000000000000000000000000000000000000000000000000ooooooooooooooooooooooooooooooooooooooooo000000000000000000000000000000000oosesson 9229998es9w9assessssssssb%AA%bes,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org