________________
૬. પ્રમત્ત ગુણસ્થાનક : આ ગુણસ્થાનક સાધુને હોય છે, કે જેઓએ પાંચ મહાવ્રત
સ્વીકાર કરેલા હોવા છતાં, પ્રમાદથી સર્વથા મુક્ત નથી હોતા. પ્રમાદમાં રહેલો જીવ, આર્તધ્યાન અને ધર્મધ્યાન પૈકી આર્તધ્યાનની તેનામાં મુખ્યતા હોય છે, અને તેજ એનો પ્રમાદ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીએ પોતાના પ્રધાન શિષ્ય ગૌતમસ્વામીને સંબોધી સમસ્ત સાધુઓને પ્રમાદથી દૂર રહેવાનો ઉપદેશ કર્યો છે, તે એટલા જ માટે. જો કે આ પ્રમાદ મુખ્યત્વે પરભાવ પરઅવલંબન સંબંધી હોવા છતાં ધર્મભાવના યુક્ત શુભભાવ છે. સર્વસંગ પરિત્યાગી સાધુતા
અહીંથી શરુ થાય છે. ૭. અપ્રમત ગુણસ્થાનક : પ્રમાદમાંથી અપ્રમાદ અવસ્થામાં પાંચ મહાવ્રતધારી સાધુ
જેટલો સમય આવી જાય, તે સમય માટે તે અપ્રમત ગુણસ્થાનકી કહેવાય છે. શુદ્ધ
ઉપયોગની અવસ્થા છે. આત્મ અનુભવની પ્રચુરતા આ ગુણસ્થાનકે હોય છે. ૮. અપૂર્વકરણ : “કરણ' શબ્દનો અર્થ છે આત્માના અધ્યવસાય - પરિણામ. આઠ
કર્મના પ્રકારમાં એક મોહનીય કર્મ બતાવવામાં આવ્યું છે. આ મોહનીય કર્મોનો ક્ષય યા ઉપશમ કરવાનો આત્માનો અપૂર્વ અધ્યવસાય જ્યારે થાય ત્યારે આ ગુણસ્થાનક પ્રાપ્ત થયું કહેવાય છે. “ક્ષય” નો અર્થ નાશ છે. ઉપશમ તેને કહેવામાં આવે છે કે કર્મની સત્તા વિદ્યમાન હોવા છતાં તે દબાયેલ-ઢંકાયેલ રહે. આ ગુણસ્થાનથી મુનિશ્રેણી માંડે છે. અનિવૃત્તિ ગુણસ્થાનક : અપૂર્વકરણમાં બતાવેલા અધ્યવસાય કરતાં કંઈક વધારે સ્પષ્ટ ઉજ્જવલ આત્માના પરિણામ થાય છે કે જેથી કર્મોનો ક્ષય યા ઉપશમ
તીવ્રપણે થવા લાગે છે. ૧૦. સૂક્ષ્મ સંપરાગ: સંપરાય શબ્દનો અર્થ જૈન દૃષ્ટિએ, ક્રોધ – માન - માયા - લોભ
એ ચાર કષાય છે. મોહનીય કર્મનો અહીં ક્ષય અથવા ઉપશમ થતાં બહુ જ અલ્પાંશે લોભ કષાય રહી જાય, તે વખતની સ્થિતિમાં આ ગુણસ્થાનક પ્રાપ્ત થયું કહેવાય.
અહીં ગુણશ્રેણી નિર્જરા હોય છે. ૧૧. ઉપશાન્ત મોહ : ઉપશમ શ્રેણી વાળા જીવને પૂર્વ ગુણસ્થાનકોમાં મોહનો ઉપશમ
શરૂ થાય છે, પછી તે જ્યારે પૂર્ણતયા મોહનીય કર્મ “ઉપશાન્ત’ બને અર્થાત્ મોહનીય કર્મને સર્વથા ઢાંકી દે ત્યારે આ ગુણસ્થાનક પ્રાપ્ત થયું કહેવાય. છતાં ઉપશમ શ્રેણી હોવાથી આ ગુણસ્થાને લોભનો ઉદય થતાં જીવ નિયમથી નીચે, પ્રથમ ગુણસ્થાનક સુધી પડે છે. કોઈ જીવ ચોથા ગુણસ્થાનથી ઉપર ચઢી લપક
શ્રેણી માંડી તરી જાય છે. ૧૨. ક્ષીણ મોહ: સપક શ્રેણીએ મોહને ક્ષણ કરવાની ક્રિયા ચાલુ હતી, તે મોહનો સંપૂર્ણ ક્ષય કરી નાખવામાં આવે ત્યારે આ ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય.
૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org