________________
‘ઉપશાન્ત' અને ‘ક્ષય' માં અંતર એ છે કે ઉપશાંતમાં કર્મના પુદ્ગલો કોઈ કારણવશ દબાયેલાં-ઢંકાયેલાં રહે, પરંતુ તે કર્મ વિદ્યમાન હોવાથી ગમે ત્યારે પણ ઉદયમાં આવી જાય છે, ઉપર ઊઠી આવે છે. જો કર્મના પુદ્ગલો ‘ક્ષય’ થવા માંડે તો તેનો પછી ઉદય થવાની સંભાવના નથી રહેતી. પાણીમાં મિશ્રિત ધૂળનાં રજકણો નીચે બેસી જાય તે વખતે પાણી સ્વચ્છ લાગે પરંતુ પાણીને જરાપણ આઘાત પહોંચતાં તે રજકણો ઉપર તરી આવે છે, અને પાણીને ડોળી નાખે છે. પણ પાણીમાંથી જો રજકણો સર્વથા દૂર કર્યા હોય તો પછી પાણી ડોળું થવાનો અવકાશ નથી. આવી જ સ્થિતિ ‘મોહનીય કર્મ'ના ઉપશમ અને ક્ષયની છે. મોહનીય કર્મને ઉપશાન્ત કરી આગળ વધતો જીવ ૧૧માં ગુણસ્થાનકથી લપસે છે; અને અન્ય ગુણસ્થાનકમાં જાય છે. બારમા ગુણસ્થાને તે કર્મનો ક્ષય હોય છે, તેથી જીવ આગળ વધી તે રમા ગુ ણસ્થાને આવે છે .
૧૩. સયોગી કેવલી : 'યોગ'નો અર્થ છે, શરીરાદિની ક્રિયા. કર્મના પ્રકરણમાં ચાર પ્રકારનાં ઘાતીકર્મ અને ચાર પ્રકારનાં અઘાતી કર્મ બતાવ્યાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતીકર્મનો ક્ષય થવાથી જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. પરંતુ હજુ શરીર છે, એટલે શરીર સંબંધિત યોગ વિદ્યમાન હોવાથી ગમનાગમન, આદિ ક્રિયાઓ ચાલુ હોય છે. એટલા માટે આ ગુણસ્થાનકને સયોગી ગુણસ્થાનક કહેવામાં આવ્યું છે.
૧૪. અયોગી કેવલી : બાકી રહેલા નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય કર્મના ક્ષયના અંતિમ સમયે સમસ્ત ક્રિયાઓ બંધ થઈ જાય છે, યાગ નિરોધ થાય છે અને આત્મા ઉત્કૃષ્ટ નિષ્કપ દશાની સ્થિતિએ પહોંચે છે. આ અવસ્થાને અયોગી કેવલી ગુણસ્થાન કહેવામાં આવે છે.
ત્યાર પછી જીવ સિદ્ધ અવસ્થાને પામે છે. અને લોકાગ્રે સિદ્ધશિલા પર સાદી અનંતકાળ સુધી આત્મરમણતાના સુખમાં લીન રહે છે.
જે પોતાની મનઃ સ્થિતિ સાચી રીતે જાણે છે, નિષ્પક્ષપાતે સમજે છે તે સાચોસાધક છે.
Jain Education International
૧૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org