________________
ગુણસ્થાનકમાં રહેલો જીવ, અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ સમજે છે. ઉન્માર્ગને સન્માર્ગ અને સન્માર્ગને ઉન્માર્ગ સમજે છે. જીવને અજીવ અને અજીવને જીવ સમજે છે. અસાધુને સાધુ અને સાધુને અસાધુ સમજે છે. અમૂર્ત પદાર્થમાં મૂર્ત સંજ્ઞા અને મૂર્તિ પદાર્થમાં અમૂર્ત સંજ્ઞા માને છે. અર્થાત્ આવું વિપરીત જ્ઞાન એ આ
સ્થાનમાં રહેલા જીવનમાં લક્ષણો છે. સમ્યગુદૃષ્ટિ રહિત સર્વ આત્મા મિથ્યાદૃષ્ટિ છે. ૨. સાસાદન ગુણસ્થાનક : સ+આસાદન, આસાદન શબ્દનો અર્થ છે આસ્વાદન
અર્થાતુ જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી મોહનીય કર્મની ગ્રંથીના જોરે પ્રમાદવશ પાછો વળે છે. ત્યારે આ અવસ્થાને સ્પર્શે છે. પરંતુ અગાઉ આત્મનુભૂતિનો સ્વાદ ચાખ્યો છે તેથી તેને સાસાદન કહે છે. અથવા ઉચ્ચ અવસ્થાનો આસ્વાદ લીધેલો છે; તેથી આ ગુણસ્થાનકનું નામ સાસાદન - સાસ્વાદન રાખવામાં આવ્યું છે. ખીરના
વમનમાં જેમ ખીરનો વિકૃત સ્વાદ રહે છે તેમ જાણવું. ૩. મિશ્ર ગુણસ્થાનકઃ આ સ્થાનકમાં રહેલા જીવની સ્થિતિ વિચિત્ર હોય છે. વિચિત્ર
એટલા માટે કે સત્ય પદાર્થ કે અસત્ય પદાર્થ બંનેમાં તેનો સમાન ભાવ હોય છે. એટલે સત્ય તરફ તેને ન તો રુચિ હોય છે. અને અસત્ય તરફ ન અરુચિ હોય છે. જે માણસે એક વસ્તુનો અનુભવ કર્યો હોય પરંતુ બીજી વસ્તુ ઉપર તેને નથી શ્રદ્ધા કે નથી અશ્રદ્ધા. તેવી જ રીતે મિશ્ર ગુણસ્થાનકવાળો જીવ સત્ય કે અસત્ય બંને વસ્તુ ઉપર એને શ્રદ્ધા નથી હોતી. એટલે તે પોતાના હિતાહિતનો દઢ નિર્ણય કરી શકતો નથી, છતાં એક વખત જો જીવ સમ્યકત્વની પ્રાપ્તિ કરી ચૂકેલો હોય છે એટલે તેના ભવભ્રમણનો કાળ નિશ્ચિત થઈ જાય છે.
૪. અવિરતિ સદૈષ્ટિઃ વ્રતરહિત સમક્તિની અવસ્થા. અ = નહિ. વિરતિ એટલે
વ્રત - ત્યાગ - નિયમ. ગૃહસ્થ અને સાધુઓને માટે દેશ - વિરતિ અને સર્વવિરતિ એવા અનુક્રમે બે ભેદ પડેલા બતાવ્યા છે. આ વિરતિનો સ્વીકાર કર્યા પહેલાં, જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે; તે જીવ આ ગુણસ્થાનકમાં ગણાય છે. સમ્યકત્વ – સમ્યક્દષ્ટિ અથવા સમકિત એની વ્યાખ્યા પહેલા આગળ કરવામાં આવી છે. આ સ્થિતિમાં રહેલા જીવને ભલે વ્રતાદિ હોતા નથી. પણ તત્ત્વ સંબંધી શંકાને સ્થાન રહેલું નથી. સમ્યકુર્દષ્ટિ એ મોક્ષપ્રાપ્તિ માટે પહેલું પગથિયું છે. સમકિત વિનાનાં સર્વ ધર્માનુષ્ઠાનો પ્રાયઃ નિષ્ફળ બને છે. મોક્ષ મૂલક બનતાં નથી. ત્યાગ પચ્ચખાણ
સહિત આ ગુણસ્થાન છે. પ દેશવિરતિ ઃ ગૃહસ્થ ધર્મના વ્રતો, કે જે આગળ બતાવવામાં આવ્યા છે, તેનો [.
સ્વીકાર અને શુદ્ધ રીતે પાલન કરનાર જીવ દેશવિરતિ ગુણસ્થાનકવાળો ગણાય છે. પણ તે સમ્યકત્વપૂર્વક હોય તો. અમુક અંશોમાં વ્રતોનું ગ્રહણ એનું નામ છે દેશવિરતિ ગુણ સ્થાનક, જેમાં બાર વ્રત તથા અણુવ્રત શ્રાવકને હોય છે.
દર ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org