________________
0 000000000000000000000000
સમ્યગુદેષ્ટિ આત્માની અનુભૂતિ શું છે ? સોનું અને માટી જેમ ભિન્ન છે, વસ્ત્ર અને દેહ ભિન્ન છે, શેરડી અને રસ ભિન્ન છે, તેમ સમ્યગુદૃષ્ટિ આત્મા સ્વભાવ અને પરભાવને ભિન્ન જાણે છે. આત્મા ને દેહને ભિન્ન અનુભવે છે. સર્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી આત્મા અસંગ છે; તેનું ભાન સમ્યગૃષ્ટિને વર્તે છે. શ્રાવક અવિરતિ અને દેશવિરતિ સમ્યગૃષ્ટિ હોય છે.
સમ્યગુદૃષ્ટિ આત્મા મહદ્ અંશે જેમ સાતભયથી મુક્ત હોય છે, તેમ આઠ મદથી મુક્ત હોય છે. જાતિ, કુળ, પૂજા (સત્કાર), બળ, જ્ઞાન, ઐશ્વર્ય, તપ અને રૂપ જેવા | અહંકારના કારણોથી મુક્ત હોય છે. સમ્યગદર્શન : સાચી દૃષ્ટિ, સાચી શ્રદ્ધા, સન્મુખતા, સદેવ, સદ્ગુરુ, સધર્મમાં શ્રદ્ધા. અસદેવ, ગુરુ ધર્મમાં આદર પ્રશંસા ન ધરાવે. મધ્યસ્થ રહે. જિનેશ્વર પ્રણિત નવતત્ત્વમાં યથાર્થ શ્રદ્ધા હોય, જેણે દર્શન મોહ અને ચારિત્ર મોહનીય ગ્રંથીનો છેદ કર્યો છે, તેને સમ્યગદર્શન હોય છે. આ શ્રદ્ધા પ્રગટ થવાનું અંતરંગ કારણ સાત પ્રકૃતિનો છેદ અને
સ્વ – પરના ભેદનું જ્ઞાન છે. સમ્યજ્ઞાન : મતિ - શ્રુત જ્ઞાનનું સન્મુખ થવું. આત્મબોધનું પ્રાપ્ત થવું. જ્ઞાનના શુદ્ધ ઉપયોગ દ્વારા આત્માના ગુણોનો પ્રતિભાસ થવો. | સમ્યગુચારિત્ર : આત્મભાવમાં રમણતા, સ્થિરતા. ગુણસ્થાનકની અપેક્ષાએ.
સમ્યગુચારિત્ર એટલે શ્રાવકના બાર વ્રતના આચારથી માંડીને પૂર્ણ શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ. નિશ્ચયર્દષ્ટિથી તો આત્માની અનુભૂતિ તે સમ્યગું ચારિત્ર છે. બાકી સર્વ વિસ્તાર
a8%e0%e0%80%
2
%e0%
%9090%80
જીવે જો સંસારનાં દુઃખોથી, જન્મ મરણના પરિતાપથી મુક્ત થવું હોય તો એક જ સાધન છે, સમ્યગુજ્ઞાન પ્રાપ્તિ. તેને માટે અચળ શ્રદ્ધા ને તે બંનેના આર્વિભાવ માટે શુદ્ધ જીવન. અઢાર પાપ સ્થાનકોથી દૂર થવા - મુક્ત થવા પ્રયત્ન કરવો. અને સંયમના માર્ગમાં આવી સત્પુરુષોને યોગે તેમની આજ્ઞાને આધિન રહી, અભ્યાસ દ્વારા આત્મસન્મુખ થવું. મનુષ્યજન્મમાં આ સાધનો ઉપલબ્ધ છે. એ અવસરને પામીને મોક્ષ માર્ગના બીજરૂપ સમ્યગુદર્શનની પ્રાપ્તિ કરી, શાશ્વત સુખને પામો. એ આ ગ્રંથનો ગ્રંથકર્તાનો ઉદ્દેશ છે.
જssessessess
New
સંપત્તિ વિપત્તિ બની શકે છે. ભક્તિ આત્મ સંપત્તિ બની શકે છે.
s11909999
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org