Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 127
________________ પાઠ : ૪૬ સમ્યષ્ટિ આત્માનો પરિચય કેમ કરશો ? નીચેના આઠ અંગો – ગુણો દ્વારા પરિચય કરવો. નિસ્યંકિઅ, નિકંખિઞ, નિર્વિતિગિચ્છા, અમૂઢદિકિઅ વવૂહ, થિરીકરણે, વચ્છલ, પભાવણે અક. ૧ નિસંકિઅ - નિ:સંકિત - સંશયરહિત-શ્રદ્ધાવાન. ૨ નિકંખિર - નિકાંક્ષિત - અપેક્ષા - આશા રહિત ૩ નિર્વિતિગિચ્છા - મધ્યસ્થ - અજુગુપ્સિત ૪ અમૂઢદિકિઅ - અમૂઢર્દષ્ટિ - વિચક્ષણ - કુશાગ્ર. ૫ ઉવવૂહ – ઉપગૃહન. અન્યના દોષને ઢાંકે. ૬ થિરીકરણ - સ્થિતિકરણ-ધર્મથી ચલિત સાધકને સ્થિર કરે. ૭ ८ વચ્છલ વાત્સલ્ય-પ્રેમની નિર્મળતા. પ્રભાવના - ધર્મભાવની પ્રભાવના. - આ આઠ અંગોને વિસ્તારથી જાણો. ૧. નિઃસંક્તિ : શંકા સંશય રહિત સમ્યગ્દૃષ્ટિ આત્મા નિઃશંક છે. તે માને છે કે સન્દેવ, સદ્ગુરુ, સત્ત્શાસ્ત્રો મારા સન્માર્ગમાં અવલંબન રૂપ છે. સર્વજ્ઞ પરમાત્માએ કહેલા તત્ત્વો જ યથાર્થ છે. તત્ત્વોની શ્રદ્ધાને કારણે તે નીચેના સાત ભયોથી મુક્ત છે. જગત જેનાથી આક્રાંત છે, તેનાથી સમ્યગ્દષ્ટિ નિઃશંક છે તે જ તેમનું સુખ છે. સાત ભયથી મુક્તિ ૧ આ લોકમાં મારું શું થશે ? મારી આજીવિકાનું શું થશે ? તેવા ભયથી મુક્ત. આત્મા તેમનો આલોક છે. પરલોક તેમનો મોક્ષ છે. ૨ પરલોકમાં મારી કેવી ગતિ થશે. તેવા ભયથી મુક્ત છે કારણ કે સમક્તિની પ્રાપ્તિ પછી અને હયાતિમાં પ્રાયે નીચી ગતિ નથી. ૩ મૃત્યુ થવાથી મારો નાશ નથી, હું તો અમર અને શાશ્વત છું. ૪ રોગ થવાથી મારે વેદના ભોગવવી પડશે તેવો ભય નથી. કારણ કે તે જીવે દેહ અને આત્માની ભિન્નતા જાણી છે, કે આત્માને રોગ નથી. ૫ અરક્ષાભય : પરિવારની રક્ષાનો ભય નથી. કારણ કે દરેક પોતાના શુભાશુભ કર્મો પ્રમાણે સુખદુઃખ ભોગવે છે. કોઈ કોઈને સુખ દુઃખ આપી શકતું નથી. Jain Education International ૧૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138