Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 126
________________ 8029 03022890020000000000000000000000000000000000000000000000000000000A ANAMAHA 9 વિયોગે જીવને પ્રીતી અપ્રીતિ ઉપજતી નથી. પણ માત્ર એક મોક્ષના ધ્યેય પ્રત્યે સન્મુખતા થાય છે. ૩. નિર્વેદ : સાંસારિક પ્રવૃત્તિ પ્રત્યે નિવૃત્ત ભાવ. સંસારના પરિભ્રમણોના હેતુઓ પ્રત્યે થાક પ્રવર્તે છે. દેહાદિ સર્વ સંબંધોમાં ઉદાસીનતા રહે છે. ઇન્દ્રિય વિષયોમાં નિરસતા હોય છે. આત્મા પ્રત્યે સન્મુખતા રહે છે. [] ૪. આસ્થા : શ્રદ્ધા – જિનવરપ્રણિત તત્ત્વોની શ્રદ્ધા, સમ્યગુદર્શન પ્રાપ્ત થવામાં શુદ્ધ અવલંબન સર્વજ્ઞ પરમાત્મા છે. શાસ્ત્રબોધનું પરિણમન થવામાં પ્રત્યક્ષ અવલંબન સતગુરુ છે. અને પરોક્ષપણે અવલંબન સતુશાસ્ત્રો તથા દયારૂપ ધર્મ છે. આ ત્રણ તત્ત્વમાં શ્રદ્ધા થવી. ૫. અનુકંપા : દયાભાવ, સમાનભાવ, મૈત્રીભાવ. પોતાને સાચા સુખનું ભાન થવાથી સંસારમાં આધિ, વ્યાધિ, ઉપાધિથી તપ્ત જીવો પ્રત્યે અનુકંપા ભાવ રહે છે. સૌ જીવો સુખ પામો – ધર્મ પામો વળી સર્વ જીવો સાથેનો વ્યવહાર મૈત્રી અને સમતાભાવવાળો રહે છે. જે જીવમાં આ પાંચ લક્ષણો પ્રગટ થાય છે તે જીવની દષ્ટિ વિશ્વરૂપ વિશાળ બને છે. સન્મુખતા વિકાસ પામે છે તે જીવ અંતે નિશ્ચયથી સમક્તિ પ્રાપ્ત કરી ક્રમે ક્રમે સિદ્ધ દશા પામે છે. બીજને વાવ્યા પછી તેના સંવર્ધન માટે અન્ય સાધનો જરૂરી હોય છે. તેમ સમ્યગદર્શનનું બીજ પ્રાપ્ત થયા પછી તેની સંતતિરૂપ આઠ ગુણો પ્રગટ થઈ જીવને સિદ્ધદશા સુધી પહોંચાડે છે. 09999999999999999999999e0%eeeooooooooooooooooooooooooooooooooooo00000000000000000000000000000000000000000 E0%e0%be%e0%aa%ae%e0%a8%eesweeeeeeeeeeeeeeeeeeeeeeee e b ® eeefsesRRAW 0 00004s:૦૦૦૦૦૦૦૦૦૦ AND NER જીવન પૂરું થતાં પહેલા આટલું કરો. જ્ઞાનની ઉપાસના દ્વારા કૃપા મેળવો. કૃપા દ્વારા, સમ્યગુજ્ઞાન મેળવો. અનુક્રમે અપૂર્વ સાધના કરો. જન્મ મરણથી મુક્ત થાવ. દર્શન દુર્લભ સુલભ કૃપા થકી.” 0086 e0 %% ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138