________________
પાઠ : ૪૫
પરમસુખરૂપ એવા મોક્ષનાં સાધનો કયાં છે ?
શ્રી ઉમા સ્વાતિ આચાર્યજીએ પ્રકાશ્યું છે કે
“સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ :
સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષ માર્ગના સાધન છે એ જ મોક્ષ માર્ગ છે. મનુષ્ય જન્મનું મહાન કર્તવ્ય અને જીવનનું સાફલ્ય આ રત્નત્રય પ્રાપ્ત કરવાનું છે. અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનું છે.
આ સમ્યગ્રદર્શન શું છે ?
“તત્ત્વાર્થી શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ''
અમૂલ્ય એવા અર્ચિત્ય સમ્યગ્દર્શનનું સ્વરૂપ દર્શાવતા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય દર્શાવે છે ઃ
આ સંસારમાં રાજ્ય મળવું, ચક્રવર્તી થવું, કે ઇન્દ્રપણું મેળવવું દુર્લભ કહ્યું નથી પણ બોધિરત્ન (સમ્યગ્દર્શન) પ્રાપ્ત થવું દુર્લભ છે.
સર્વજ્ઞ પરમાત્માએ તત્ત્વોનું સ્વરૂપ જેવું કહ્યું છે તેવું સંક્ષેપથી કે વિસ્તારથી સમજવું કે તેનો બોધ પરિણમવો તેને વિદ્વાનો સમ્યગ્દર્શન કહે છે.
નિશ્ચયથી તો શુદ્ધ ઉપયોગ દ્વારા અચલ એવા આત્માની અનુભૂતિ થવી તે સમકિત છે. ત્યાર પછી જીવનું જન્મ મરણાદિ દુઃખરૂપ પરિભ્રમણ ક્ષીણ થાય છે કે ક્ષય પામે છે. આ સિવાય સાચા સુખનું કોઈ અન્ય સાધન નથી. તેથી હે મહાનુભવો ! માનવનું શ્રેષ્ઠ કર્તવ્ય કેવળ બોધિબીજ સમક્તિ - સમ્યગ્દર્શન છે તે માનો અને તેને પામો. સામાન્ય રીતે દેવ, માનવ, તિર્યંચ અને નારક આ ચારે ગતિમાં યોગ્ય સાધનના સેવન દ્વારા, સત્પુરુષાર્થના આધારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ હોય છે. પણ તેને વિશેષપણે બાહ્ય નિમિત્તો માનવ જીવનમાં સુલભ હોય છે. છતાં અજ્ઞાન વશ અને મિથ્યાત્વને કારણે જીવને તેની પ્રાપ્તિ દુર્લભ થઈ છે. જેથી પોતાના જ સ્વરૂપમય તેવું બોધિબીજ પ્રગટતું નથી.
-
મિથ્યાત્ત્વ શું છે ?
અનાદિકાળથી જીવના પરિભ્રમણનું કારણ આ મિથ્યાત્વ છે. જે જીવની વૈભાવિક
દશા છે.
૧ મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા. વિપર્યાસ બુદ્ધિ.
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org