________________
2000000000000000
જીવ પંદર પ્રકારે સિદ્ધ થાય ૧ જિન સિદ્ધ તીર્થંકર થઈને સિદ્ધ થાય (શ્રી અરિહંત પરમાત્મા) ૨ અજિન સિદ્ધ સામાન્ય કેવળી થઈને સિદ્ધ થાય (ગણધરાદિ) ૩ તીર્થ સિદ્ધ તીર્થની સ્થાપના થયા પછી સિદ્ધ થાય (ગણધરાદિ) ૪ અતિર્થ સિદ્ધ તીર્થની સ્થાપના થયા વિના સિદ્ધ થાય (મરૂદેવા માતાની જેમ) ૫ ગૃહસ્થલિંગે સિદ્ધ ગૃહસ્થવેશમાં સિદ્ધ થાય. (ભરત મહારાજની જેમ) ૬ અન્ય લિંગ સિદ્ધ તાપસ આદિ અન્યધર્મી વેષમાં સિદ્ધ થાય. (વલ્કલગીરી
નામના તાપસ) ૭ સ્વલિંગ સિદ્ધ સાધુવેશમાં સિદ્ધ થાય. (જૈન સાધુ) ૮ સ્ત્રી લિંગ સિદ્ધ સ્ત્રી પર્યાયથી મોક્ષે જાય. (ચંદનબાળાની જેમ.) ૯ પુરુષલિંગ સિદ્ધ પુરુષો મોક્ષે જાય. ૧૦ નપુંસક લિંગ સિદ્ધ કૃત્રિમ નપુંસકો મોક્ષે જાય (ગાંગેયાદિ) ૧૧ પ્રત્યે બુદ્ધસિદ્ધ કોઈપણ નિમિત્ત પામી સાધુ થઈ કેવળી થઈ મોક્ષે જાય. ૧૨ સ્વયં બુદ્ધ સિદ્ધ સ્વફુરણાથી કર્મસ્થિતિ લઘુ થવાથી સ્વયં વૈરાગ્ય પામી સિદ્ધ
00000000000000000000000
થાય.
૧૩ બુદ્ધ બોધિત સિદ્ધ ગુરુના ઉપદેશથી બોધ પામી સંસાર ત્યાગ કરી સિદ્ધ થાય. ૧૪ એક સિદ્ધ : એક સમયમાં એક જ સિદ્ધ થાય. ઉદાહરણ મહાવીર ભગવાન) ૧૫ અનેક સિદ્ધ : એક સમયમાં એકથી વધુ સિદ્ધ થાય. ઉદાહરણ (ઋષભદેવ)
આ પ્રકારો શ્વેતાંબર આમ્નાયને આધારિત છે. મોક્ષ થવાનું મુખ્ય સાધન શુદ્ધ, જ્ઞાનમય ઉપયોગ, યથાખ્યાત ચારિત્ર, પરમ વીતરાગતા જેવા અંતરંગ કારણો છે. તેથી તેમાં જાતિ, પાતિનો ભેદ ગૌણ હોય છે.
સમાધિમરણની પ્રાપ્તિ માટે શું કરશો?
સદ્દગુરુની વિનયોપાસના દ્વારા સમક્તિની પ્રાપ્તિ, બોધિ બીજ. બોધબીજની પ્રાપ્તિ દ્વારા સમાધિમરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org