________________
બે તત્ત્વ : ૧ જીવ
૧
-
જીવ – ચૈતન્યશક્તિ, જેના જ્ઞાનથી આત્માને પોતાના સચિનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન દ્વારા જીવને જગતના પદાર્થોની અસારતા સમજાય છે.
-
૨ જડ (ચેતન – અચેતન)
જે તત્ત્વનો અભ્યાસ અને શ્રદ્ધા કરે છે, તે માને છે કે હું તો સર્વ પદાર્થોથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છું. મારું ધ્યેય કેવળ મોક્ષ પ્રાપ્તિનું છે. સંસારના સુખભોગ તે મારું સ્વરૂપ નથી. જીવ તેમાં વિવશ થાય છે, તે તેનો મોહ છે.
આત્મા સ્વયં મોક્ષસ્વરૂપ છે. પરંતુ વર્તમાન અવસ્થામાં કર્મના સંયોગે વિકારી – અજ્ઞાન છે. મેલા વસ્ત્રનો મેલ દૂર થતાં સ્વયં સફેદાઈ પ્રગટ થાય છે, તેમ આત્માની વિકારી - મલિન અવસ્થા દૂર થતાં, શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. તે માટે સત્પુરુષાર્થ કરવો જરૂરી
છે.
તત્ત્વને જાણ્યા વગર જીવ બાહ્ય શુદ્ધિ કરે તો શુદ્ધિ ન થાય. તે માટે નવતત્ત્વનો અભ્યાસ હેય, જ્ઞેય અને ઉપાદેયના વિવેકથી સમજવા જિજ્ઞાસુ માત્રને આવશ્યક છે.
સર્વ જીવો સત્તા અપેક્ષાએ સિદ્ધની જાતના છે, અર્થાત્ સર્વની ચૈતન્ય શક્તિ ચેતનરૂપ છે. સંયોગ અપેક્ષાએ તેના પ્રાગટ્યમાં તરતમતા છે. જો સર્વજીવોને સમાન માનવામાં આવે તો સર્વ સંઘર્ષ ટળી જાય. સ્વના જ્ઞાન અને ભાન માટે, સર્વ આત્મામાં સમર્દષ્ટિ થવા માટે આ તત્ત્વજ્ઞાનની જરૂર છે.
શુભાશુભ કર્મોને કારણે સંસારી જીવના ભેદ પડે છે. તે કા૨ણે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોના પાંચસો ત્રેસઠ ભેદ છે. તેમાં માનવ વિશિષ્ટ શક્તિનો સ્વામી છે. વિચાર સહિત મન મળ્યું છે. અવિવેકી એ મનાદિ સાધન દ્વારા બંધાય છે. વિવેકી જીવ મનાદિ સાધન દ્વારા મુક્ત થવાનો ઉપાય કરે છે. વાસ્તવમાં અંતરંગ સાધન તો જ્ઞાન અને ધ્યાન જ છે.
Jain Education International
જીવતત્ત્વ શુદ્ધ હોવા છતાં આવી વિષમતા કેમ છે ? આવા અનેક ભેદો શા માટે છે ? હું કોણ છું ? મારું શું કર્તવ્ય છે ? મારો જન્મ શા માટે છે ? આમ અનેક પ્રકારે ચિંતન મનન કરવા આ નવતત્ત્વ પ્રયોજનભૂત છે. તેની શ્રદ્ધાથી જીવ આત્મસ્વરૂપના રહસ્યને પામી સિદ્ધ બુદ્ધ થઈ પરમપદને પામે છે.
સર્વજ્ઞવીતરાગ મારા દેવ નિગ્રંથ સદ્ગુરુ મારા ગુરુ જિનાજ્ઞા મારો ધર્મ.
સર
For Private & Personal Use Only
www.jainelibrary.org