________________
B8% 85%winteressessocietences
%80%E0%B8%
A3%E0%B8%B5
૯ વર્ણ (૫) ૧૦. ગંધ (૨) ૧૧ રસ (પ) ૧૨ સ્પર્શ(૮) ૨૦ ૧૩ આનુપૂર્વી (વિગ્રહગતિ) વક્રગતિથી ભવાંતરે જતા જીવને આકાશ પ્રદેશની શ્રેણિ
અનુસારે જે ગમન થાય છે. આનુપૂર્વી અંતરાલ (ભાવાંતરે) ગતિમાં જ હોય. આત્માની ગતિ ઋજુ સીધી છે. છતાં ગતિ પ્રમાણે આંતરો થાય છે.
દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી. ૧૪ વિહાયોગતિઃ ચાલવાની રીત તે વિહાયોગતિ. ( શુભ વિહાયોગતિઃ જેના ઉદયથી પ્રિય લાગે તેવી ચાલ મળે. જેમ કે હંસ, હાથી, બળદ. અશુભ વિહાયોગતિ જેના ઉદયથી અણગમો ઉપજે તેવી ચાલ મળે. ઊંટ, ખચ્ચર
વગેરે. પ્રત્યેક પ્રકૃતિ - ભિન્ન ભિન્ન પ્રકૃતિ ૧ અગુરુ લઘુ : જેના ઉદયથી હલકુ નહિ અને ભારે નહિ તેવા શરીરની પ્રાપ્તિ
થાય. ૨ નિર્માણ : જેના ઉદયથી શરીરના અંગોપાંગ યોગ્ય સ્થાને વ્યવસ્થિત મળે. ૩ આતપ : જેના ઉદયથી પોતે શીતળ હોવા છતાં તેનો પ્રકાશ ગરમ લાગે.
આ શરીર સૂર્ય વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે. ૪ ઉદ્યોત : જેના ઉદયથી પોતે શીત હોય અને તેનો પ્રકાશ પણ શીત
હોય આવું શરીર ચંદ્રવિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે. ૫ ઉપઘાત : જેના ઉદયથી જીવ પોતાના વધારાના અંગોપાંગથી પીડાય.
દુઃખી થાય, વધારાની આંગળી કે રસોળી. ૬ પરાઘાત : જેના ઉદયથી જીવ બળવાનથી પણ હારે નહિ. ૭ ઉચ્છવાસ : જેના ઉદયથી જીવને શ્વાસોચ્છવાસ લેવાની શક્તિ પ્રાપ્ત થાય. ૮ તીર્થંકરનામ કર્મ ઃ જેના ઉદયથી જીવ ત્રણે જગતમાં પૂજાય. આ કર્મનો રસોદય
કેવળજ્ઞાન પછી થાય, પણ દેવો અવધિજ્ઞાન વડે જાણીને તે
પહેલા પણ તીર્થંકરનામ કર્મવાળા મહાન આત્માને પૂજે. ત્રસદસક : ત્રસ તથા અન્ય પ્રકૃતિ
કુલ ૧૦ ૧ ત્રસ : જે કર્મના ઉદયથી જીવને સ્વેચ્છાએ હાલવા ચાલવાની શક્તિ મળે. ૨ બાદર
: જીવને આંખથી જોઈ શકાય તેવું શરીર મળે.
- ,જળ ૩ પર્યાપ્ત ઃ જે કર્મના ઉદયથી જીવ યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવા
શક્તિમાન બને. ૪ પ્રત્યેક : જે કર્મના ઉદયથી જીવ દીઠ જુદા શરીરની પ્રાપ્તિ થાય, એક
શરીરમાં એક જીવ હોય. ૫ સ્થિર : જે કર્મના ઉદયથી જીવને દઢ અવયવોની પ્રાપ્તિ થાય. ૬ શુભ : જે કર્મના ઉદયથી નાભિ ઉપરના અવયવો શુભ હોય.
%989089
0000000000000000000000000000000000000000000000606
%
80000000000000%B9%89%E0%B8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org