________________
%થળ
e0
Deeeeeeeee
%
0
%a8%e0%ab%a6%e0%aaa8%
e
આઠ કર્મબંધનાં વિશેષ કારણો જગતની રચના કારણ અને કાર્ય ઉપર નિર્ભર છે. જીવ અજ્ઞાનને કારણે કર્મબંધ કરે છે. જ્ઞાન સ્વભાવને કારણે મોક્ષને સાધે છે. અજ્ઞાનવશ જીવ જાણતો નથી કે પોતે અભાન રહે છે ત્યારે કર્મ તેને કેવા ભરડામાં લે છે. અથવા જાણી બૂજીને કરેલા પાપોનું ફળ અતિકષ્ટ ભોગવવું જ પડે છે. તે માટે જીવે એ જાણવાની જરૂર છે કે કયું કર્મ જીવના કેવા કૃત્ય કે પરિણામ વડે બંધાય છે. તેમાં ચાર ઘાતી કર્મ તો કેવલ પાપને કારણે જ બંધાય છે. અને અઘાતી કર્મોમાં શુભાશુભભાવ હોવાથી પુણ્ય-પાપરૂપ બંધાય છે. સવિશેષપણે ઘાતકર્મના ક્ષયોપશમ માટે જીવ પુરુષાર્થ આદરે તો જ કર્મોને નષ્ટ કરી શકાય છે.
e sa
%96%
ae%e0
e0
%
E0%aa%
%%
98986%80%80%E0%B8
:
wwwwwwwww#2732200020
::
:
જજ
જ જ000000
૧. જ્ઞાનાવરણીય કર્મબંધનાં કારણો :
જીવ જ્ઞાનસ્વરૂપ હોવા છતાં જ્ઞાનનું આવરણ તેને દુખ:દાયક છે, અને તે પાપની નીપજ છે.
પોતે પાંચ પ્રકારના સમ્યગજ્ઞાન સ્વરૂપ હોવા છતાં તેનો અનાદર હોવો, તે જ્ઞાનના ધારક જ્ઞાની દેવ ગુરુનો અનાદર નિંદા કે અવજ્ઞા કરવી, તેમની પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરી આશાતના કરવી, પોતાના શિક્ષા કે દીક્ષા ગુરુને છૂપાવવા, તથા અન્યને ભણવામાં અંતરાય કરવો, જ્ઞાનના સાધનો, ઉપકરણોની શુદ્ધિ ન જાળવવી તેનું માહાભ્ય ન સમજવું, તથા તે સાધનોની આશાતનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. ૨. દર્શનાવરણીય કર્મબંધનાં કારણો ઃ
આત્મા સ્વયં ઉપયોગ લક્ષણ સહિત છે. તે ઉપયોગમાં પ્રમાદ સેવવાથી તથા જ્ઞાનાવરણીય કર્મના જેવા કારણોથી દર્શનાવરણીયકર્મ બંધાય છે. ૩. મોહનીસકર્મ બંધનાં કારણો :
૧. દર્શનમોહનીય કર્મબંધનું કારણ :
જ્ઞાની ભગવંતોએ વસ્તુનું જ સ્વરૂપ બતાવ્યું છે તેનાથી વિપરીત કહેવું, ઉસૂત્ર પ્રરૂપણા કરવી, સર્વજ્ઞ પરમાત્માએ દર્શાવેલો રત્નત્રયના સન્માર્ગનો નિષેધ કરવો, અને પાપાત્મક ઉન્માર્ગનો ઉપદેશ આપવો. સર્વજ્ઞ દેવ અને નિર્ગથ ગુરુ, સંઘ કે શાસ્ત્રના સિદ્ધાંતોથી વિરૂદ્ધ બોલવું કે વર્તન કરવું, તેનાથી દર્શન મોહનીય કર્મ બંધાય છે.
૨. ચારિત્રમોહનીય કર્મબંધના કારણો :
ક્રોધ, માન, માયા અને લોભની વૃત્તિઓને સેવવાથી, હાસ્યાદિ નવ નો - કષાયના સેવનથી, તથા પાંચ ઈદ્રિયોના વિષયમાં આસકત રહેવાથી. ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. ૪. અંતરાય કર્મબંધનાં કારણો ઃ અન્યના ધર્મકાર્યમાં અંતરાય કરવાથી જીવ ધર્મની પ્રાપ્તિ કરી શકતો નથી. જિનપૂજાદિ
૧૦૩
0000000000000000000
sonanworiાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org