________________
૧
લેશ્યા :
લેશ્યાના ત્રણ શુભ અને ત્રણ અશુભ છ પ્રકાર છે.
૩
કષાયજનિત મનના પરિણામ - અધ્યવસાય
પાઠ : ૪૩
લેશ્યાનું સ્વરૂપ
કૃષ્ણલેશ્યા નીલ લેશ્યા
કાપોત લેશ્યા
અશુભલેશ્યા
૫
૬
શુભલેશ્યા
જીવના પરિણામ સમયે સમયે બદલાય છે. સંયોગ આધિન આત્માના પરિણામનું બદલાવું તે લેશ્યા છે. લેશ્યા એ મનોયોગનું ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. જે પ્રકારે આત્માના પરિણામ બદલાય છે, તેવા પ્રકારના તેના રૂપરંગ બદલાય છે. તે રંગો પરથી આ લેશ્યાના ઉપર મુજબ નામ રાખવામાં આવ્યા છે.
Jain Education International
તેજોલેશ્યા
પદ્મલેશ્યા
શુક્લ લેશ્યા
લેશ્યા – કષાયજનિત પરિણામો અનુસાર શુભ અશુભ બંધ થાય છે તે છ પ્રકારે હોય છે. તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, મંદ, મંદતર, મંદતમ (શુભાશુભ બંને).
૧. કૃષ્ણલેશ્યા : આત્માના પરિણામની વિશેષ મલિનતા. તેને અંજન, ભમરો કે કોયલના રંગ જેવી માનવામાં આવી છે. કૃષ્ણ લેશ્યાવાળો માણસ પ્રાયે રાગદ્વેષરૂપી ગ્રહથી ઘેરાયેલો રહે છે. દુરાગ્રહી તથા દુષ્ટ વિચારો કરવાવાળો હોય છે. અનંતાનુબંધી કષાયો સહિત હોય છે. તથા નિર્દય, કઠોર, દારૂ, માંસ વગેરેનું સેવન કરવામાં લંપટ અને પાપ કરવામાં આસક્ત હોય છે.
૨. નીલ લેશ્યા : આત્માના અશુભ પરિણામની કાંઈક મંદતા. તે સમયે આત્માના પરિણામ પોપટના પીંછા, મોરના કંઠના જેવા રંગવાળા માનવામાં આવે છે. પ્રાયે જ જીવ ક્રોધી, માની, માયાવી, લોભી, રાગી, દ્વેષી, મોહી શોક કરવાવાળો, હિંસક, ક્રૂર, ભયંકર, (પ્રચંડ) ચોર, મૂર્ખ, સુસ્ત, અદેખો, ઊંગણશી, કામી, જડ બુદ્ધિવાળો, કૃત્ય-અકૃત્યનો વિચાર ન કરવાવાળો, બહુ પરિગ્રહ રાખનાર અને બહુ આરંભ કરનાર છે. તે જીવની નીલ લેશ્યા સમજવી.
૩. કાપોત લૈશ્યા આત્માના પરિણામની મલિનતા ઉત્તરોત્તર ઘટે છે. આ પરિણામો શણનું ફૂલ, વેંગણનું ફૂલ અને બૂતરના રંગ જેવા હોય છે. શોક, ભય મત્સરતા, દાઝ (ઇર્ષા) પારકાની નિંદા વગેરે કરવામાં જે તત્પર હોય છે, પોતાના જ વખાણ કરવામાં અને બીજાને મોઢેથી પોતાના વખાણ સાંભળવામાં જેને આનંદ આવે છે. પોતાનું શ્રેય અને
૧૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org