________________
નુકશાન શામાં છે તે ન જાણનાર પોતાનો અને અન્યનો તફાવત ન જાણનાર અહંકારી, પોતાનાં વખાણ કરનાર ઉપર ખુશ થઈને બધું આપી દે, યુદ્ધમાં મરવા સુધીની ઇચ્છા રાખવાવાળા અને બીજાના યશનો નાશ કરવાની ઇચ્છા ધરાવનાર – એ બધા કાપોત લેશ્યાવાળા જાણવા.
અહીં એટલું જાણવું જરૂરી છે કે કાપોત લેશ્યાના દુર્ગુણો કૃષ્ણ અને નીલ લેશ્યાવાળામાં હોય છે. તથા નીલ અને કાપોત લેશ્યાના દુર્ગુણો કૃષ્ણ લેશ્યાવાળામાં હોય છે.
૪ તેજો લેશ્યા : આત્માના પરિણામ ઊગતા સૂર્ય કે સંધ્યાના રંગ જેવા માનવામાં આવ્યા છે. પક્ષપાત રહિત સર્વ પર સમર્દષ્ટિ રાખનાર, દ્વેષરહિત, હિત-અહિતનો વિચાર કરનાર દાનવીર, દયાળુ, સત્કાર્યમાં નિપુણ અને મોટા મનવાળો (ઉદાર ચિત્તવાળાં) પુરુષ એ તેજો લેશ્યાવાળો કહેવાય છે.
૫ પદ્મ લેશ્યા : આત્માના પરિણામ કરેણ કે ચંપાના વૃક્ષના રંગવાળા હોય છે. આચાર અને મનથી શુદ્ધ, ગરીબોને દાન વગેરે આપવામાં તત્પર, દરેકનું ભલું ઇચ્છાવાળો, વિનયી, પ્રિય વચન બોલવાવાળો, સજ્જન પુરુષોના સત્કાર પૂજા વગેરે કરવામાં તત્પર અને ન્યાયમાર્ગથી ચાલવાવાળો, આ લક્ષણો પદ્મ લેશ્યા ધરાવનાર સજ્જનનાં હોય છે.
૬ શુક્લ લેશ્યા : ગાયના દૂધ કે સમુદ્રના ફીણ જેવા રંગવાળા આત્માના પરિણામ હોય છે. નિદાન રહિત એટલે કે મને ધન મળે, યશ મળે, આ મળે તે મળે, એવા કોઈ પણ વિકલ્પ રહિત (અર્થાત્ જે મળ્યું છે અને મળી રહ્યું છે તેમાં સંપૂર્ણ સંતોષવાળા), કોઈ પણ જાતના અહંકાર રહિત, પક્ષપાતરહિત, પૂર્ણ સજ્જન, રાગદ્વેષથી પરાંગમુખ અને સ્થિર બુદ્ધિવાળા મહાત્મા શુકલ લેશ્યાવાળા કહેવાય છે.
દેષ્ટાંત
૧ કૃષ્ણ લેશ્યા ઃ એકવાર કોઈ મિત્રો મુસાફરીએ નિકળ્યા. માર્ગમાં જાંબુનું વૃક્ષ જોયું, તેના પર જાંબુ પાક્યા હતા. છ મિત્રોને ક્ષુધા લાગી હતી. અને આ પાકા જાંબુ જોયા પછી તો તેમાંનો એક મિત્ર કુહાડી લઈને ઉપડ્યો ને સીધો વૃક્ષને મૂળમાં જ ઘા કરવા લાગ્યો, તે બોલ્યો કે વૃક્ષને મૂળમાંથી જ તોડી પાડું અને વૃક્ષના લાકડા ફળ સર્વ ઘર ભેગું કરુ. આવી સ્વાર્થનિત આવેગવાળી વૃત્તિ તે કૃષ્ણ લેશ્યા છે.
૨ નીલ લેશ્યા : બીજો કહે અરે ! આખા વૃક્ષને તોડવાથી શું ફાયદો છે. કેવળ મોટી મોટી ડાળીઓ તોડી પાડું તેમાંથી લાકડા અને ફળ મળી રહેશે.
૩ કાપોત લેશ્યા ઃ ત્રીજો બોલ્યો મોટી ડાળો શા માટે તોડો છો ? નાની ડાળો પર પણ જાંબુ છે, તેથી નાની ડાળો તોડી લો. અને જાંબુ મેળવો.
૪ તેજો લેશ્યા : ચોથો મિત્ર બોલ્યો ડાળીઓ પણ શા માટે તોડવી કેવળ જાંબુના જૂમખાં જ તોડો, આપણે તો જાંબુની જ જરૂર છે.
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org