________________
પાઠ : ૨૬ ઉત્સર્પિણી - અવસર્પિણી
એક કાળચક્રના બે ભેદ છે. ૧. ઉત્સર્પિણી, ૨. અવસર્પિણી. ઉત્સર્પિણી કાળ - આયુષ્ય, બળ, શુભવર્ણાદિ, ચઢતા ક્રમમાં હોય. અવસર્પિણી કાળ - ઉતરતો કાળ. આયુષ્યાદિ ઉતરતા ક્રમમાં હોય. બંને કાળના આરાની વિગત આ પ્રમાણે છે.
અવસર્પિણી કાળ (ઉતરતો કાળ) ૧. સુષમા સુષમા : આ આરામાં યુગલિક જીવન હોય છે. દસ જાતના કલ્પવૃક્ષો તેમની તમામ ઈચ્છાઓ શિઘ્રતાથી પૂરી કરે છે. તુવેરના દાણા જેટલો આહાર ત્રણ ત્રણ દિવસે લે. આયુષ્ય ત્રણ પલ્યોપમનું. શરીર ખૂબ મોટા અને ઘણા મજબૂત હોય છે, આ જીવો સ્વભાવે સરળ અને અત્યંત મંદ કષાયી અલ્પ ઇચ્છાવાળા હોય છે.
૨. સુષમા : પ્રથમ આરાની જેમ યુગલિક જીવન હોય છે. તેમની આવશ્યકતા, કલ્પવૃક્ષો વિલંબથી પૂરી કરે. બોરના દાણા જેટલો ખોરાક બે બે દિવસે લે. આયુષ્ય બે પલ્યોપમનું પ્રથમ આરા કરતાં શરીર નાનું રૂપ થોડું હીન હોય છે. આ જીવોને સ્વભાવે અલ્પ મલીનતાનો પ્રારંભ. અલ્પ ઇચ્છાવાળા હોય છે.
| ૩. સુષમા દુષમા : આ આરામાં જીવન યુગલિકનું પણ પાછળથી ક્ષીણ થતું જાય. કલ્પવૃક્ષોનું પ્રદાન ઘટતું જાય. આહાર રોજ આંબળા પ્રમાણ, શરીર નાનું થતું જાય, બળ ઘટતું જાય. સ્વભાવ કંઈક મલીનતા સાથે સ્વાર્થવૃત્તિનો પ્રારંભ થાય. ત્રીજા આરાને અંતે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ થયા. આ અવસર્પિણી કાળમાં તેમણે પ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી.
૪. દુષમ સુષમા : યુગલિકના કાળનો સદંતર અંત થાય. પ્રારંભમાં દુઃખ જનક દશા હોય. માનવો પોતાની શક્તિ બુદ્ધિપ્રમાણે વ્યાપારાદિ પ્રવૃત્તિ કરે. અનિયમિત પણે આહારાદિ મેળવે, ધાન્ય ફળફળાદિ ખાય. આયુષ્ય ઘટે. શરીરનું બળ ઘટે. સ્વભાવ – કષાયોની માત્રા વધે. હિંસાદિનો પ્રારંભ થાય. આ આરામાં ત્રેવીસ તિર્થંકરો થાય. ત્યારે વળી સુખનો સમય આવે. અને દુઃખની માત્રા ઘટે.
૫. દુષમા : આ આરામાં ચરમ તીર્થંકરનું શાસન ખરું પણ તેમની ઉપસ્થિતિ નહિ. માનવો કર્માદાન આદિ પ્રવૃત્તિ દ્વારા ધન ધાન્ય મેળવે. અનિયમિત આહાર કરે. શરીર નિર્બળ, આયુષ્ય અનિયમિત અને અલ્પ હોય છે. સુખ અલ્પ દુઃખ વિશેષ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org