________________
%80
999999999999
9
9
999999990%e0
%e0%aa%ae
o ooo0999999999000000000000000000000e0%ae%e0e0600019099890000000000%૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦expoe0909090909090909090e0aaafe0ab8%e0%ab
0
પાઠ : ૩૫
૮ બંધતત્ત્વ તથા કર્મનું સ્વરૂપ બંધ : આત્માના પ્રદેશો સાથે કામણ વર્ગણાનું દૂધ-પાણીની જેમ એક મેક થઈ
જવાનો સ્વભાવ તે બંધ. આશ્રવ તે એક અપેક્ષાએ બંધ છે. પરંતુ વિસ્તારથી સમજવા બંધ તત્ત્વનું અલગ સ્વરૂપ દર્શાવ્યું છે. વળી તેને આઠમા તત્ત્વ તરીકે ગણવાનું કારણ બંધથી મુક્તિ તે નવમું તત્ત્વ મોક્ષ છે. તેથી તેની પહેલા તેને દર્શાવ્યું છે.
જગતમાં જીવો અનંતા અનંત છે. તેથી કર્મની પ્રવૃત્તિ પણ અનંત છે. અભ્યાસની દૃષ્ટિએ તેનો મુખ્યત્વે આઠ પ્રકારના કર્મોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેને વિસ્તારથી સમજવા ૧૫૮ ભેદો પણ દર્શાવ્યા છે. જીવના પરિણામની યોગ્યતા પ્રમાણે કર્મપ્રકૃતિઓનો બંધ થતો હોય છે. આત્મા સાથે કામણ વર્ગણાનો સંબંધ તે કર્મ છે.
કર્મ બંધના ચાર પ્રકાર
૧. પ્રકૃતિ, ૨. સ્થિતિ, ૩. રસ, ૪. પ્રદેશ ૧. પ્રકૃતિ ઃ કર્મનો સ્વભાવ - કર્મ આત્માને કેવું ફળ આપશે તે. જેમ કે જ્ઞાનાવરણીય
કર્મ આત્માના જ્ઞાનગુણને રોકે તે પ્રકૃતિ. ૨. સ્થિતિ ઃ કયું કર્મ આત્માની સાથે કેટલો સમય રહેશે. ૩. અનુભાગ : રસ કર્મની શુભાશુભ ફળ આપવાની તીવ્રતા કે મંદતા છે. જેમ કે
કોઈ કર્મ તીવ્ર કે મંદ સુખ કે દુઃખરૂપે વેદાય. કોઈને શારીરિક વેદનાના ઉદયમાં શરીરને અશક્ત બનાવી દે. બીજાને તેવી વેદના લાંબો વખત ચાલે છતાં તેને શાતા રહે. પહેલા પ્રકારમાં જીવે અશાતા વેદનીય કર્મ તીવ્રપણે બાંધેલું છે. બીજા પ્રકારમાં મંદરસપણે બાંધેલું છે. એ પ્રકારે દરેક કર્મ માટે સમજવું. અનુભાગ,
અનુભવ કે રસ જુદા જુદા શબ્દોનો ઉપયોગ થાય છે. ૪. પ્રદેશ ઃ પરમાણુઓનો સંચય - દલ - જથ્થો. કાર્મણવર્ગણા નામના પુદ્ગલ
પરમાણુઓનો સ્કંધ, સંચય – જથ્થો. તે જે કરમનો બંધ થાય તેમાં કાર્મણસ્કંધો હીનાધિક હોય છે. જે કર્મની સ્થિતિ અધિક હોય તેના પરમાણુઓનો સંચય અધિક હોય છે. મુખ્યત્વે વેદનીય કર્મના પરમાણુઓ અધિક હોય છે. આયુષ્યના અલ્પ હોય છે.
%
%00000000000000000006000000000000000000000000000000000000 soor 8000
000000000000000eeeeeeeeeeeeesweeeeeeeeeoooooooooooooooooooooooooooo ooooooooooooooooooooooooo
કર્મબંધના ચાર પ્રકારનું દૃષ્ટાંત શાસ્ત્રકાર પ્રકૃતિ આદિને લાડુના દષ્ટાંતથી સમજાવે છે. [ પ્રકૃતિબંધઃ જેમ લાડુ સૂંઠનો હોય તો વાયુને હરે, જીરાનો હોય તો પિત્તને હરે, તેમ
પ્રકૃતિબંધનો કોઈ પ્રકાર જ્ઞાનગુણને આવરણ કરે. કોઈ દર્શનગુણને આવરણ કરે. બંધ સમયે આ પ્રમાણે જુદા જુદા સ્વભાવ પરિણમવા તે પ્રકૃતિ બંધ છે.
00000000000000000000000000000000000000000
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org