________________
આયુષ્યના સાત ઉપક્રમ
૧ અધ્યવસાય ઉપક્રમઃ રાગ, સ્નેહ કે ભયના નિમિત્તથી મરણ થાય.
૨ નિમિત્ત ઉપક્રમ : લાકડી કે શસ્ત્રના પ્રહારથી મૃત્યુ થાય તે.
૩ આહાર ઉપક્રમ : અતિ આહાર લેવાથી કે બીલકુલ આહાર ન લેવાથી મત્યુ થાય તે.
૪ વેદના ઉપક્રમઃ
અતિ પીડા થવાથી મરણ થાય તે.
૫ પરાઘાત ઉપક્રમ ઃ જળમાં પડતાં, પર્વત પરથી પડતાં મૃત્યુ થાય તે. ૬ સ્પર્શ ઉપક્રમ : વીંછી કે સર્પ કરડવાથી મૃત્યુ થાય તે.
૭ આન પ્રાણ ઉપક્રમ : ઘણા શ્વાસોચ્છવાસ લેવાથી કે બિલકુલ ન લેવાથી મૃત્યુ થાય તે.
આ સાત પ્રકારના ઉપક્રમમાં આયુષ્યના પુદ્ગલો વધુને વધુ ક્ષય થવાથી જીવ અકાળે મૃત્યુ પામે. પુદ્ગલોનો ક્ષય થયે આયુષ્ય પૂર્ણ થાય. આયુષ્યબંધ સમયે જો આયુષ્ય બંધના યોગ્ય અધ્યવસાય તીવ્ર હોય તો આયુષ્યના ગ્રહણ કરેલા પુદ્ગલો આત્માના અમુક વિભાગમાં ઘણાં સઘન થઈ જવાથી તે બાહ્ય નિમિત્તથી ક્ષય પામતા નથી. અને મંદ પરિણામે ગ્રહણ કરેલા આયુપુદ્ગલો સર્વ આત્મપ્રદેશે છૂટાં છૂટાં વહેંચાઈ જાય છે. જેથી નિમિત્તને આધીન બને છે.
સર્વ દેવ, નાક, યુગલિક તિર્યંચ તથા મનુષ્ય અનપવર્તનીય આયુષ્યવાળા છે. ચરમશીરી, તીર્થંકર, ગણધર, ચક્રવર્તી, વાસુદેવ અને બળદેવ સોપક્રમ અને નિરૂપક્રમ અનપર્વતનીય આયુષ્યવાળા હોય છે. બાકી સર્વ જીવોને ત્રણે પ્રકારના આયુષ્યબંધ હોય છે. ૧. અપવર્તનીય, ૨. અનપવર્તનીય, ૩. સોપક્રમ - નિરૂપક્રમ (અનપવર્તનીય સહિત)
નાક, દેવ, અસંખ્યવર્ષ આયુષ્યવાળા, યુગલિક મનુષ્ય અને તિર્યંચ, આ સર્વે આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે.
નિરૂપક્રમ આયુવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બે ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા જીવો આયુષ્યનો મૃત્યુ પર્યંત ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુ બાંધે. સોપક્રમી આયુષ્યવાળા જીવો નવમો કે સત્તાવીસમો ભાગ બાકી રહે ત્યારે અથવા અનિયમિતપણે બાંધે.
અમૃતનું આસ્વાદન મળો કે ન મળો
પરંતુ ઝેરના સંસર્ગથી દૂર રહેવાનું કોણ પસંદ નહિ કરે ?
ઝેર એટલે વિષય અને કષાય
Jain Education International
૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org