________________
પાઠ : ૩૮
૩. વેદનીય કર્મ - ૪ મોહનીય કર્મ
૩. વેદનીય કર્મ
શરીરમાં સુખ દુઃખનું, શાતા, અશાતાનું વેદન થવું, આ કર્મનો સ્વભાવ મધથી લેપાયેલી છરી ચાટવા જેવો છે. મધ મીઠું લાગે અને છરીની ધારથી જીભ કપાવાથી દુઃખ ભોગવવું પડે. આ કર્મ આત્માના અવ્યાબાધ સુખને રોકે.
૧ શાતા વેદનીય : જેના ઉદયથી જીવ શારીરિક આરોગ્ય સુખ ભોગવે.
૨ અશાતા વેદનીય : જેના ઉદયથી જીવ શારીરિક ત્રાસ - દુઃખ રોગ, ભોગવે. ૪. મોહનીય કર્મ :
આત્માને હિતાહિતનો સત અસતનો વિવેક થવા ન દે તેવું મોહનીય કર્મ જીવને મોહમાં વિવશ કરે છે. આ કર્મનો સ્વભાવ મદિરાપાન કરેલા બેહોશ માનવી જેવો છે. જીવ પોતે મહાન તત્ત્વ છે, તેનું ભાન થતું નથી.
સર્વ કર્મમાં મોહનીય કર્મ અતિ દુઃખદાયક અને સેનાપતિ જેવું છે. આ કર્મ જીવના સમ્યક્ત્વ, અનંત ચારિત્રગુણને રોકે છે.
મોહનીય કર્મના બે ભેદ છે. ૧. દર્શન મોહનીય, ૨. ચારિત્ર મોહનીય
૧ દર્શન મોહનીય શ્રદ્ધાગુણને રોકે છે. પરમાર્થથી આત્માતત્ત્વને જાણે નહિ.
૨ ચારિત્ર મોહનીય જીવના ચારિત્ર ગુણ, સ્થિરતા, નિર્મળતા અને વીતરાગતાને રોકે છે.
૧. દર્શન મોહનીયના ભેદ ત્રણ છે.
૧ મિથ્યાત્વમોહનીય : જેના ઉદયથી જીવને જિનેશ્વર પ્રણિત તત્ત્વોની અશ્રદ્ધા થાય વિપર્યાસ બુદ્ધિજન્ય સત્મા અસત્ની અને અસમાં સત્ની કલ્પના થાય. દેહમાં આત્મબુદ્ધિ થાય જેથી સમ્યગ્દર્શન ગુણ ઢંકાઈ જાય.
૨ મિશ્ર મોહનીય : જે કર્મના ઉદયથી જિનેશ્વર પ્રણિત તત્ત્વ પર રાગ ન થાય અને દ્વેષ ન થાય. અર્થાત નિશ્ચિંત નિર્ણય ન થાય કે તત્ત્વ આમ જ છે. આથી શ્રદ્ધાતત્ત્વને આવરણ આવે.
૩ સમકિત મોહનીય : જે કર્મના ઉદયથી જીવને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય. નવતત્ત્વો પર યથાર્થ શ્રદ્ધા હોય પરંતુ આ સમ્યક્ત્વ ક્ષયોપશમરૂપ હોવાથી કંઈ શંકા રહ્યા કરે, તેથી ક્ષાયિક સમ્યક્ત્વ ન થાય.
૨. ચારિત્ર મોહનીયના પચીસ ભેદ સોળ કષાય નવ નો કષાય.
કષાય = કપ = સંસાર. આય = લાભ, વૃદ્ધિ, જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે કષાય. કષાયના સોળ ભેદ છે.
Jain Education International
02
For Private & Personal Use Only
www.jainelibrary.org