SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૩૮ ૩. વેદનીય કર્મ - ૪ મોહનીય કર્મ ૩. વેદનીય કર્મ શરીરમાં સુખ દુઃખનું, શાતા, અશાતાનું વેદન થવું, આ કર્મનો સ્વભાવ મધથી લેપાયેલી છરી ચાટવા જેવો છે. મધ મીઠું લાગે અને છરીની ધારથી જીભ કપાવાથી દુઃખ ભોગવવું પડે. આ કર્મ આત્માના અવ્યાબાધ સુખને રોકે. ૧ શાતા વેદનીય : જેના ઉદયથી જીવ શારીરિક આરોગ્ય સુખ ભોગવે. ૨ અશાતા વેદનીય : જેના ઉદયથી જીવ શારીરિક ત્રાસ - દુઃખ રોગ, ભોગવે. ૪. મોહનીય કર્મ : આત્માને હિતાહિતનો સત અસતનો વિવેક થવા ન દે તેવું મોહનીય કર્મ જીવને મોહમાં વિવશ કરે છે. આ કર્મનો સ્વભાવ મદિરાપાન કરેલા બેહોશ માનવી જેવો છે. જીવ પોતે મહાન તત્ત્વ છે, તેનું ભાન થતું નથી. સર્વ કર્મમાં મોહનીય કર્મ અતિ દુઃખદાયક અને સેનાપતિ જેવું છે. આ કર્મ જીવના સમ્યક્ત્વ, અનંત ચારિત્રગુણને રોકે છે. મોહનીય કર્મના બે ભેદ છે. ૧. દર્શન મોહનીય, ૨. ચારિત્ર મોહનીય ૧ દર્શન મોહનીય શ્રદ્ધાગુણને રોકે છે. પરમાર્થથી આત્માતત્ત્વને જાણે નહિ. ૨ ચારિત્ર મોહનીય જીવના ચારિત્ર ગુણ, સ્થિરતા, નિર્મળતા અને વીતરાગતાને રોકે છે. ૧. દર્શન મોહનીયના ભેદ ત્રણ છે. ૧ મિથ્યાત્વમોહનીય : જેના ઉદયથી જીવને જિનેશ્વર પ્રણિત તત્ત્વોની અશ્રદ્ધા થાય વિપર્યાસ બુદ્ધિજન્ય સત્મા અસત્ની અને અસમાં સત્ની કલ્પના થાય. દેહમાં આત્મબુદ્ધિ થાય જેથી સમ્યગ્દર્શન ગુણ ઢંકાઈ જાય. ૨ મિશ્ર મોહનીય : જે કર્મના ઉદયથી જિનેશ્વર પ્રણિત તત્ત્વ પર રાગ ન થાય અને દ્વેષ ન થાય. અર્થાત નિશ્ચિંત નિર્ણય ન થાય કે તત્ત્વ આમ જ છે. આથી શ્રદ્ધાતત્ત્વને આવરણ આવે. ૩ સમકિત મોહનીય : જે કર્મના ઉદયથી જીવને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય. નવતત્ત્વો પર યથાર્થ શ્રદ્ધા હોય પરંતુ આ સમ્યક્ત્વ ક્ષયોપશમરૂપ હોવાથી કંઈ શંકા રહ્યા કરે, તેથી ક્ષાયિક સમ્યક્ત્વ ન થાય. ૨. ચારિત્ર મોહનીયના પચીસ ભેદ સોળ કષાય નવ નો કષાય. કષાય = કપ = સંસાર. આય = લાભ, વૃદ્ધિ, જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે કષાય. કષાયના સોળ ભેદ છે. Jain Education International 02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy