________________
પાઠ : ૩૯ કષાયના ૧૬ ભેદો
કષાયના સોળ ભેદ છે. ( ૧. અનંતાનું બંધી ક્રો ધ, માન, માયા અને લો ભ.
અનંતાનુબંધી : તીવ્ર રસવાળા, અતિ ઉગ્ર કષાય ભાવ. અનંત સંસારની વૃદ્ધિ કરનારા જીવન પર્યંત સાથે રહેવાવાળા, જન્માંતરે આવવાવાળા જીવના સમ્યક્ત્વ
રૂપી સ્વભાવને રોકવાવાળા, નરકગતિના કારણભૂત છે. ૨. અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભ.
પ્રથમ કષાય કરતાં કંઈક મંદ રસવાળા, છતાં જીવને વ્રત, પચ્ચખાણ, કરવામાં અંતરાય કરવાવાળા, એકવર્ષ સુધી સાથે રહેવાવાળા. દેશવિરતિ, શ્રાવકના વ્રતાદિ
ગુણને રોકવાવાળા, તિર્યંચ ગતિમાં લઈ જનારા. ૩. પ્રત્યાખ્યાની ઃ ક્રોધ, માન, માયા અને લોભ.
(૪) બીજા પ્રકાર કરતાં મંદ રસવાળા, જીવને સર્વવિરતિ-સર્વ પ્રકારે સંસારનો ત્યાગ - પ્રત્યાખ્યાને બાધક થાય. ચાર માસ આ રસ રહે, છતાં મંદ કષાય હોવાથી
મનુષ્યગતિમાં લઈ જાય. ૪. સંજવલનઃ ક્રોધ, માન, માયા અને લોભ.
અતિશય મંદ રસવાળો કષાય છે. છતાં આ ચાર કષાયો જીવને પરિષહ ઉપસર્ગમાં વિહવળ બનાવે, શુદ્ધ ચારિત્રને રોકે, પંદર દિવસ ટકે, દેવગતિમાં લઈ જાય.
નો કષાચ ઃ કષાયને ઉત્પન્ન કરવામાં સહાયક. તેના નવ પ્રકાર છે. ૧. હાસ્ય : જેના ઉદયથી વ્યર્થ હસવું આવે. ૨. રતિ : જેના ઉદયથી મનગમતા પદાર્થો ઉપર રાગ થાય, હર્ષ થાય. ૩. અરતિ : જેના ઉદયથી અણગમતી વસ્તુમાં ખેદ થાય. ૪. શોક : જેના ઉદયથી ઈષ્ટ વસ્તુના વિયોગમાં શોક અને અનિષ્ટ
વસ્તુના સંયોગમાં દુઃખ થાય. ૫. ભય : જેના ઉદયથી ભય ઉત્પન્ન થાય. ૬. જુગુપ્સા : જેના ઉદયથી મલિન - દુર્ગધવાળા પદાર્થો જોઈ, સુંઘી તિરસ્કાર
થાય. ૭. પુરુષવેદઃ જેના ઉદયથી સ્ત્રીના ભોગની ઇચ્છા થાય. ૮. સ્ત્રીવેદ : જેના ઉદયથી પુરુષના ભોગની ઇચ્છા થાય. ૯. નપુંસકવેદ જેના ઉદયથી પુરુષ તથા સ્ત્રી બંનેના ભોગની ઇચ્છા થાય.
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org