________________
##
#
#
###
#
#
##
#
#
%
પાઠ : ૩૭. ૨ - દર્શનાવરણીય કર્મ
%
%95
0000582
%89%8
aa%%89%80%86
જ
દર્શનાવરણીય કર્મ નવ પ્રકારે છે.
આત્માનાં દર્શન - ઉપયોગ ગુણને રોકે તે દર્શનાવરણ કર્મ છે. જેમ કોઈ માણસ ન્યાયની યાચના માટે દરવાજા પર આવ્યો છે, પણ દ્વારપાળ તેને રોકે છે, એટલે તે મનુષ્ય રાજાને જોઈ શક્તો નથી. તેમ જીવીરૂપી રાજા દર્શનાવરણને કારણે પદાર્થના વિષયને જોઈ કે જાણી શક્તો નથી. પરમાર્થથી પોતાના આત્મારૂપી પદાર્થને જાણી શકતો નથી.
આ કર્મથી જીવની અનંત દર્શન શક્તિ આવરાય છે. દર્શનાવરણીયના ચાર ભેદ છે. દર્શન ઉપયોગ વસ્તુનો સામાન્ય બોધ છે. ચક્ષુદર્શનાવરણીય જેના ઉદયથી ચક્ષુને આવરણ રહે, અંધાપો આવે કે રતાંધળાપણું
હોય. ૨ અચક્ષુદર્શનાવરણીય ઃ જે કર્મના ઉદયથી ચક્ષુ સિવાયની ઇન્દ્રિયોની વિષય ગ્રહણ
કરવાની શક્તિ ઉપર આવરણ આવે; જેમ કે કાનથી બરાબર શ્રવણ ન થાય વગેરે. ૩ અવધિદર્શનાવરણઃ જે કર્મના ઉદયથી રૂપી પદાર્થો સ્પષ્ટપણે ન દેખાય. ૪ કેવળ દર્શનાવરણઃ જેના ઉદયથી જગતના તમામ પદાર્થો ન દેખાય. દર્શનાવરણના નિદ્રાદિ ભેદ - પાંચ નિદ્રા એ ઉપયાગ પર ગાઢ આવરણ છે. તેમાં તરતમતાને કારણે પાંચ ભેદ છે. ૧ નિદ્રા ઃ જે કર્મના ઉદયથી પ્રાણી ઊંઘી જાય પણ સહેલાઈથી જાગી શકે, ૨ નિદ્રા નિદ્રા : જે કર્મના ઉદયથી પ્રાણી ઘણી નિદ્રામાં હોય, તેથી દુઃખેથી વધુ
પ્રયત્નોથી જાગી શકે. ૩ પ્રચલા જે કર્મના ઉદયથી પ્રાણી ઊભા ઊભા કે બેઠા બેઠા ઊંઘી શકે. ઘોડા જેવા
પશુઓને સવિશેષપણે હોય. ૪ પ્રચલા પ્રચલા ઃ જે કર્મના ઉદયથી પ્રાણીને માર્ગમાં ચાલતાચાલતા ઊંઘ આવે (ઊંટ
જેવા પ્રાણીઓ. થણધ્ધી : જેના ઉદયથી મનુષ્ય દિવસે ચિંતવેલા કામને રાતમાં ઊંઘમાં જ કરી આવે, પછી સુખેથી સૂઈ જાય. વળી એ કામ પણ કોઈને મારવા જેવા ભયંકર હોય. આ નિદ્રાવાળાનું બળ વાસુદેવથી અધું હોય છે. તે મરીને નરકે જાય.
નિદ્રાનું સુખ મનાય છે પણ તે દર્શનાવરણ છે. નિદ્રામાં ઉપયોગ વધુ ઢંકાઈ જાય છે. સામાન્ય માનવી કરતાં પાંચ સાત ગણી શક્તિ હોય.
%99%99090%
A8%%E0%
96%80%
%26s606%96%
9િ96%96%96
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org