________________
##
#
##
%
પાઠ : ૩૬ કર્મ પ્રકૃતિનું વિશેષ સ્વરૂપ
95
999999999999999999999999999999999999999999999999999999999999990000000000000000000000000
wwwwwwxwAA%e0e000.00
૧ જ્ઞાનાવરણીય કર્મ મુખ્ય કર્મો આઠ પ્રકારના છે તેના ભેદો ૧૫૮ છે. જ્ઞાનાવરણીચ કર્મના પાંચ ભેદ છે.
આ કર્મ આત્માના અનંત જ્ઞાનગુણને આવરે છે. જેમ આંખથી જોવાની શક્તિ હોવા છતાં પાટો બાંધે તો વસ્તુ જોઈ શકાય નહિ. તેમ આત્મામાં જ્ઞાનગુણ હોવા છતાં તે આવરણથી ઢંકાઈ જાય છે. ૧ મતિજ્ઞાનાવરણીય મતિજ્ઞાન - મન અને ઈન્દ્રિયો દ્વારા જે જ્ઞાન અનુભવ થાય
તે. એવા મતિજ્ઞાનને ઢાંકે તે મતિ જ્ઞાનાવરણીય. મતિ,
શ્રુતજ્ઞાનના ઉપયોગનું આત્મવૃત્તિમાં જોડાવું નહિ. ૨ શ્રુતજ્ઞાનાવરણીચઃ મતિજ્ઞાન સહિત જે ભાષા - વચનનો યોગ તથા
શાસ્ત્રાદિનું જ્ઞાન, આ જ્ઞાનને આવરણ થાય તે શ્રુતજ્ઞાનાવરણીય. ૩ અવધિજ્ઞાનાવરણીય અંગુલના અસંખ્યાતમાં ભાગથી માંડીને આખા લોકના
રૂપી પદાર્થોને ઇન્દ્રિયની સહાય વગર જાણે તેવું જ્ઞાન તેના બે
પ્રકાર છે. (૧) ભવ પ્રત્યય (૨) ગુણ પ્રત્યય.
ભવ પ્રત્યય : જેમ પક્ષીને નિયમથી ઊડવા માટે પાંખ હોય છે, તેમ નારક અને દેવોને જન્મતાની સાથે અવધિજ્ઞાન હોય છે. ઉપર ઉપરના દેવોનું અવધિજ્ઞાનનું સામર્થ્ય વિશેષ હોય છે. ગુણ પ્રત્યય : મનુષ્ય તથા તિર્યંચને તપાદિથી પ્રગટ થાય છે. તેના છ પ્રકાર છે. (૧) આનુગામિક સ્થળાંતર થાય તો પણ સાથે રહે. (૨) અનાનુગમિક ઉત્પતિસ્થાનથી અન્યત્ર સ્થળાંતર થતા ટકતું નથી. | (૩) વર્ધમાન : પરિણામની વિશુદ્ધિ સાથે વર્ધમાન થાય. (૪) હીયમાન : પરિણામની શુદ્ધિ ઘટી જતાં ઘટી જાય. (૫) અવસ્થિતઃ જન્માંતર થતાં શુભ અશુભ સંસ્કારો સાથે રહે છે. તેમ
જન્માંતરે જતાં અવધિજ્ઞાન સાથે રહે. (૬) અનવસ્થિત ઃ જળ તરંગની જેમ વધે ઘટે કદી પ્રગટ થાય કદી અપ્રગટ થાય.
000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000028606666666666666%
A
000000
8
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org