SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ## # ## % પાઠ : ૩૬ કર્મ પ્રકૃતિનું વિશેષ સ્વરૂપ 95 999999999999999999999999999999999999999999999999999999999999990000000000000000000000000 wwwwwwxwAA%e0e000.00 ૧ જ્ઞાનાવરણીય કર્મ મુખ્ય કર્મો આઠ પ્રકારના છે તેના ભેદો ૧૫૮ છે. જ્ઞાનાવરણીચ કર્મના પાંચ ભેદ છે. આ કર્મ આત્માના અનંત જ્ઞાનગુણને આવરે છે. જેમ આંખથી જોવાની શક્તિ હોવા છતાં પાટો બાંધે તો વસ્તુ જોઈ શકાય નહિ. તેમ આત્મામાં જ્ઞાનગુણ હોવા છતાં તે આવરણથી ઢંકાઈ જાય છે. ૧ મતિજ્ઞાનાવરણીય મતિજ્ઞાન - મન અને ઈન્દ્રિયો દ્વારા જે જ્ઞાન અનુભવ થાય તે. એવા મતિજ્ઞાનને ઢાંકે તે મતિ જ્ઞાનાવરણીય. મતિ, શ્રુતજ્ઞાનના ઉપયોગનું આત્મવૃત્તિમાં જોડાવું નહિ. ૨ શ્રુતજ્ઞાનાવરણીચઃ મતિજ્ઞાન સહિત જે ભાષા - વચનનો યોગ તથા શાસ્ત્રાદિનું જ્ઞાન, આ જ્ઞાનને આવરણ થાય તે શ્રુતજ્ઞાનાવરણીય. ૩ અવધિજ્ઞાનાવરણીય અંગુલના અસંખ્યાતમાં ભાગથી માંડીને આખા લોકના રૂપી પદાર્થોને ઇન્દ્રિયની સહાય વગર જાણે તેવું જ્ઞાન તેના બે પ્રકાર છે. (૧) ભવ પ્રત્યય (૨) ગુણ પ્રત્યય. ભવ પ્રત્યય : જેમ પક્ષીને નિયમથી ઊડવા માટે પાંખ હોય છે, તેમ નારક અને દેવોને જન્મતાની સાથે અવધિજ્ઞાન હોય છે. ઉપર ઉપરના દેવોનું અવધિજ્ઞાનનું સામર્થ્ય વિશેષ હોય છે. ગુણ પ્રત્યય : મનુષ્ય તથા તિર્યંચને તપાદિથી પ્રગટ થાય છે. તેના છ પ્રકાર છે. (૧) આનુગામિક સ્થળાંતર થાય તો પણ સાથે રહે. (૨) અનાનુગમિક ઉત્પતિસ્થાનથી અન્યત્ર સ્થળાંતર થતા ટકતું નથી. | (૩) વર્ધમાન : પરિણામની વિશુદ્ધિ સાથે વર્ધમાન થાય. (૪) હીયમાન : પરિણામની શુદ્ધિ ઘટી જતાં ઘટી જાય. (૫) અવસ્થિતઃ જન્માંતર થતાં શુભ અશુભ સંસ્કારો સાથે રહે છે. તેમ જન્માંતરે જતાં અવધિજ્ઞાન સાથે રહે. (૬) અનવસ્થિત ઃ જળ તરંગની જેમ વધે ઘટે કદી પ્રગટ થાય કદી અપ્રગટ થાય. 000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000028606666666666666% A 000000 8 જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy