________________
000000
0
0
888222999999999999999999998888888888888888888888888888888888888888888888888
૪ થી ૬ યોગ વિનય : જ્ઞાન તથા જ્ઞાનીનું, દર્શન તથા દર્શનીનું મન વચન કાયા વડે અશુભ ન કરવું. શુભમાં પ્રવૃત્તિ કરવી.
૭. ઉપચાર વિનય : ગુરુઆદિકની પાસે રહી તેમની સર્વ પ્રકારે સેવા કરવી. ૩. વૈચાવૃત્ય - સેવા સુશ્રુષા.
આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સ્થવિર, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ અને સંઘ આ દસનું યથાયોગ્ય આહાર વસ્ત્ર, પાત્ર સ્થાન, ઔષધ, આદિ પૂરા પાડવા, ભક્તિ બહુમાન કરવું. સ્વાધ્યાય - સ્વ અર્થે શાસ્ત્રાર્થ ગ્રહણ કરવા સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. વાચના : શાસ્ત્ર ભણવા, ભણાવવા. પૃચ્છના : શંકાનું સમાધાન કરવું. સંદેહ પૂછવો. પરાવર્તન : ધારેલા અર્થનું સ્મરણ કરવું. પુનરાવર્તન. અનુપ્રેક્ષા : ધારેલા અર્થનું સ્વરૂપ ચિંતવવું, ભાવના કરવી.
ધર્મકથા : ધર્મનો ઉપદેશ આપવો. ૫. ધ્યાન - ઉપયોગની-ચિત્તની એકાગ્રતા
ધ્યાનના ચાર પ્રકાર છે. તેમાં ધ્યાનના બે પ્રકાર ત્યાજય છે. ૧. આર્તધ્યાન ૨. રૌદ્ર ધ્યાન.
ધ્યાનના બે પ્રકાર ઉપાદેય છે. ૧. ધર્મધ્યાન, ૨. શુક્લધ્યાન ધર્મધ્યાનથી અને શુક્લ ધ્યાનથી કર્મોનો ક્ષય થતો હોવાથી તે નિર્જરા તત્ત્વ છે. ૬. કાયોત્સર્ગ કાયાનો ઉત્સર્ગ - કાયાના વ્યાપારનો ત્યાગ.
ગણ ગચ્છનો ત્યાગ કરી જિન કલ્પ અંગિકાર કરવો. કષાયનો ત્યાગ, મિથ્યાત્વાદિ હેતુનો ત્યાગ, જ્ઞાનાવરણાદિ કર્મનો ત્યાગ એ પ્રમાણે સર્વથા દેહભાવનો ત્યાગ કરવો. તે કાયોત્સર્ગ છે.
નિર્જરાતત્વનો સારાંશ આ પ્રકારે અત્યંતર તપ મોક્ષની પ્રાપ્તિનું કારણ છે. તેની રક્ષા માટે બાહ્યતાની આવશ્યકતા છે. સંવરતત્ત્વ કર્મના નવા પ્રવાહને રોકે છે. નિર્જરાતત્ત્વ ભૂતકાળના બાંધેલા કર્મો જે આત્મપ્રદેશો સાથે સત્તા જમાવીને બેઠા છે, તેનો નાશ કરે છે. જ્યારે આત્મશક્તિ આ પ્રમાણે બંને દિશાએથી હુમલો કરે છે, ત્યારે કર્મોનો સંપૂર્ણ નાશ થવાની ભૂમિકાનો પ્રારંભ થાય છે. જીવને પીડા આપતા વિકાર વાસનાઓ નાશ પામે છે. મહામોહમાયા જેવા બંધનોથી જીવ મુક્ત થાય છે.
બાહ્યતાના અનુષ્ઠાન વગર ઇન્દ્રિયો અને મનની સ્વચ્છંદતા નાથી શકાતી નથી. મન અને ઇન્દ્રિયો સંયમમાં આવવાથી આત્મવિશુદ્ધિ વૃદ્ધિ પામે છે. દેહાધ્યાસ ઘટીને કાયાનો સંયમ-શુદ્ધિ સધાય છે. પ્રાયશ્ચિત વિનય વૈયાવચ્ચ સ્વાધ્યાયના સતત અભ્યાસથી મન શુદ્ધ અને નિર્દોષ બને છે. આથી સ્વાભાવિક ધ્યાન અને કાયોત્સર્ગ સાધ્ય બનતા જીવ મોક્ષની નજીક જાય છે.
88888
9%88%990999822000000000000028888888888888888888888888888888880240000000000000000000000000288888888888888888888888828990%%ae%%82A082000000000000000
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૭૭૭૮૭૪
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org