________________
પાઠ : ૩૧
પાપના ફળના ૮૨ પ્રકારો જ્ઞાનવરણના ભેદ ૧ થી ૫. ૧. મતિજ્ઞાનાવરણ ઃ મન અને ઇન્દ્રિયો દ્વારા થતું જે પરોક્ષ જ્ઞાન છે, તેને આવરે,
ઢાંકે તે મતિજ્ઞાનાવરણ. ૨. શ્રુતજ્ઞાનાવરણ : મન અને ઇન્દ્રિયો દ્વારા જે ભાષા - શબ્દનું થતું જ્ઞાન તથા
દ્વાદશાંગીનું શાસ્ત્રજ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. તેને ઢાંકે, આવરે તે શ્રુતજ્ઞાનાવરણ છે. ૩. અવધિજ્ઞાનાવરણ : લોકમાં રહેલા રૂપી પદાર્થનું અભ્યાધિક ક્ષેત્રની મર્યાદામાં મન
અને ઇન્દ્રિયોની સહાય વગર થતું સાક્ષાત્ જ્ઞાન તે અવધિજ્ઞાન છે. તેને આવરણ થાય તે આ અવધિજ્ઞાન દેવ અને નારકને ભવપ્રત્યય હોય છે. મનુષ્ય તથા તિર્યંચને
ગુણ પત્યય હોય છે. ૪. મન:પર્યાય જ્ઞાનાવરણ : અઢીદ્વીપ સમુદ્રમાં રહેલા સંજ્ઞીપંચેન્દ્રીય જીવોના મનોભાવનું
જે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન કે મન:પર્યવજ્ઞાનગુણ, તેને આવરણ કરે તે. ૫. કેવળ જ્ઞાનાવરણઃ ચાર પ્રકારના ઘાતી કર્મના નાશથી ઉત્પન્ન થતું સકળ લોકાલોકના
સ્વરૂપનું મન અને ઇન્દ્રિયની સહાય વિના સર્વપદાર્થનું યુગપતુ સાક્ષાતુ જ્ઞાન તે કેવળ જ્ઞાન. તેને આવરે તે કેવળ જ્ઞાનાવરણ છે.
દર્શનાવરણના ભેદ ૬ થી ૧૪ = નવ પ્રકારે
૬. ચક્ષુદર્શનાવરણ : જે કર્મના ઉદયથી ચક્ષુ વડે દેખી શકાય નહિ. ૭. અચક્ષુદર્શનાવરણ ઃ જે કર્મના ઉદયથી ચક્ષુ સિવાયની અન્ય ઇન્દ્રિયો અને મન
દ્વારા રૂપી પદાર્થનો સામાન્ય બોધ ન થાય. જેમ કે બધિરતા વગેરે. ૮. અવધિદર્શનાવરણ જે કર્મના ઉદયથી લોકમાં રહેલા રૂપી પદાર્થનો સામાન્ય સાક્ષાત્
બોધ ન થાય. ૯. કેવળ દર્શનાવરણઃ જે કર્મના ઉદયથી સાક્ષાતપણે સર્વ પદાર્થનો સામાન્ય બોધ ન
થવો. ૧૦.નિદ્રા : જે કર્મના ઉદયથી અલ્પ પણ નિદ્રા આવે, જો કે એક સામાન્ય અવાજથી
જીવ જાગૃત થાય. છતાં નિદ્રા પાપરૂપ છે. ૧૧.નિદ્રા નિદ્રા ઃ જે કર્મના ઉદયથી ગાઢ નિદ્રા આવે, ઘણીવાર બોલાવે ત્યારે જાગે. ૧૨.પ્રચલા : જે કર્મના ઉદયથી બેઠા બેઠા કે ઊભા ઊભા ઉંઘ આવે. તિર્યંચમાં જિરાફ
જેવા પશુઓ ઊભા ઊભા ઉધે છે. પશુઓ અને મનુષ્યો પણ બેઠા બેઠા ઉધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org