________________
0
પુણ્ય - પાપ - તત્ત્વનો સારાંશ
વિરાટ વિશ્વમાં જીવોનાં પરિણામ, પરિસ્થિતિ, અને અનેકવિધ વિચિત્રતાની પાછળ એક ગૂઢ રહસ્ય રહેલું છે, તે છે જીવના પોતાના શુભ-અશુભ ભાવ કે વલણ જેના દ્વારા શુભ-અશુભ કર્મ નિપજે છે અને સમય આવે તેના ફળ બેસે છે, જે જીવને સુખ દુઃખરૂપે ભોગવવા પડે છે. સંસારી જીવનો એક પણ સમય એવો નથી કે તે શુભાશુભ ભાવ વગરનો હોય.
મનુષ્ય કે જીવમાત્ર દુઃખ ઇચ્છતો નથી. છતાં દુ:ખ મળે છે, સુખ ઇચ્છે છતાં મળે અને ન પણ મળે. રોગ ન ઇચ્છવા છતાં આવે. ભોગ ઇચ્છવા છતાં દૂર રહે.
જગતમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રાજા કોઈ ટૂંક, કોઈ નિરોગી, કોઈ રોગી, કોઈ કરોડપતિ, કોઈ ગરીબ. આજે શુભનો યોગ, ઘડી પછી અશુભ યોગ. આજે સંયોગનું સુખ કાલે વિયોગનું દુઃખ, ક્યારેક ઇષ્ટની પ્રાપ્તિ, ક્યારેક અનિષ્ટની પ્રાપ્તિ, આવી વિચિત્રતાનું કારણ શું છે ? એ કોયડો કોઈ વિજ્ઞાનીના સાધનોથી કે વ્યવહારિક શિ``થી ઉકલી શકે તેમ નથી.
જગતમાં સુખ-દુ:ખ, શુભ - અશુભના નિરંતર ચાલતા આ દ્વંદ્વનું રહસ્ય સર્વજ્ઞ પરમાત્માએ નિરૂપણ કરેલા તત્ત્વના સિદ્ધાંતો જેમાં સમાયા છે તેવા આગમથી અને ગુરુગમથી સમજાય છે. તે રહસ્યની સમજ અને શ્રદ્ધા કર્મ સિદ્ધાંતોના અધ્યયન અને ચિંતનથી પરિપક્વ થાય છે.
પુણ્ય પાપરૂપ શુભાશુભ કર્મો શું છે ? તે જીવને એવી રીતે બંધાય છે કે તેના પરિણામે જીવ સુખ દુઃખ ભોગવે છે. જન્મ મરણ અને પરિભ્રમણ કરે છે. તે સર્વ ગ્રંથોના અધ્યયનથી ગુરુગમે સમજમાં આવતા તત્ત્વ જિજ્ઞાસુ આ શુભાશુભ કર્મથી મુક્ત
થવાનો નિર્ણય કરી શકે છે.
જીવ માત્રમાં થતા કષાયના કે ક્લેશના ભાવો આ કર્મનું પરિણામ છે, તેમ સમજાય છે ત્યારે જીવને સમાધાન મળે છે. જેથી સમતા કેળવાય છે. દેવ ગુરુધર્મ પ્રત્યેનો પ્રશસ્ત રાગ પુણ્યબંધનું કારણ છે, અને સ્ત્રી, ધન કુટુંબ આદિ પરનો રાગભાવ તે પાપબંધનું કારણ છે.
સામાન્ય જીવોને શુદ્ધભાવ સુધી પહોંચવું દુર્લભ છે. પરંતુ પાપથી બચવા શુભભાવ વડે પુણ્ય ઉપાર્જન કરે તો પરંપરાએ ધર્મના સાધનો પ્રાપ્ત થતાં, જીવ ધર્મમાર્ગમાં પ્રવેશ કરી શકે. એટલા માટે પુણ્યની ઉપાદેયતા દર્શાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org