________________
પ્રાપ્તિનો ઉદ્યમ કરવો.
૨૨ સમ્યક્ત્વ પરિષહ ઃ જિનેશ્વરનાં વચનમાં શંકા ન કરવી. શાસ્રોનાં સૂક્ષ્મ રહસ્યો સમજવા પ્રયત્ન કરવા, પણ શંકા ન કરવી.
યતિધર્મ દસ (યતિ • મુનિ)
મુનિ ઃ આ દસ ગુણોને-ધર્મને ઉત્તમ પ્રકારે ધારણ કરે છે. વ્રતધારી શ્રાવકે યથાશક્તિ ધારણ કરવા.
૧. ક્ષમા : સમતા, ગમે તેવા ત્રાસજક પ્રસંગમાં ક્રોધ કરવો નહિ.
૨. માર્દવ : મૃદુતા, અહંકારનો ત્યાગ કરી નમ્રતા, વિવેક કેળવવા. ૩. આર્જવ : સ૨ળતા, માયા કપટનો ત્યાગ કરવો, સરળતા રાખવી. ૪. નિર્લોભતા : સંતોષ, લોભનો ત્યાગ કરવો, નિસ્પૃહતા રાખવી. ૫. તપ : ઇચ્છ.ને શમાવવા બાર પ્રકારના તપ કરવા.
૬. સંયમ ઃ ઇન્દ્રિયોનો સંયમ પાળવો, વ્રત પાળવા.
૭. સત્ય ઃ સત્ય વચન બોલવા અને સત્યાચરણ રાખવું.
૮. શૌચ : પવિત્રતા, મન વચન અને કાયાથી પવિત્ર આચરણ કરવું. ૯. અકિંચનત્વ : અંતર બાહ્ય પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવો.
૧૦.બ્રહ્મચર્ય : વિષય વાસનાનો ત્યાગ કરી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું. આ દસ ધર્મ પાલનથી આત્મભાવના દૃઢ રહે છે. તેથી આવતાં કર્મો રોકાતાં સંવર થાય છે.
ભાવના ૧૨
ભાવના-ભાવ-પરિણામ
જીવ જેવા ભાવ કે પરિણામ કરે તે પ્રમાણે શુભાશુભ કર્મનો બંધ થાય છે. તે બંધરૂપ ભાવ કે પરિણામને રોકવાં, વીતરાગભાવના પ્રગટ કરવા, આ બાર ભાવનાઓનું સ્વરૂપ કહે છે. જેનું ચિંતન મનન સંવર પ્રત્યે લઈ જાય છે.
૧. અનિત્યભાવનાઃ વિનાશી, નાશવંત વસ્તુઓની આસક્તિથી મુક્ત થવાની ભાવના ક૨વી. લક્ષ્મી, માન, કીર્તિ, આયુષ્ય, પરિવાર, શરીર, સાધન સમૃદ્ધિ આ સર્વ દેશ્યમાન પદાર્થો, વીજળી જેવા ચપળ, ક્ષણિક અને નાશવંત છે. તે ત્યજવા યોગ્ય છે. નિત્યશુદ્ધ આત્મા જ ભાવવા યોગ્ય છે.
૨. અશરણભાવના : શરણ રહિત સાંસારિક પદાર્થોના મોહથી દૂર થવાની ભાવના કરવી. જન્મ, જરા, મૃત્યુ આદિના ભયથી જીવને આ સંસારનું કોઈ સાધન શરણરૂપ નથી. માતા, પિતા, વૈદ્ય, ધન પરિવાર કોઈ દુઃખ દર્દ લઈ શકતા નથી. દુઃખાદિ સમયે જેને એક દેવગુરુનું શરણ છે તે મરણ સમયે પણ ભયરહિત છે.
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org