________________
૩. સંસાર ભાવનાઃ ચાર ગતિરૂપ આલોક કેવળ દુઃખથી ભરેલો છે. અજ્ઞાનવશ જીવ તે ગતિઓમાં ભમ્યા કરે છે. માતા મટીને પત્ની થાય, મિત્ર મટીને શત્રુ થાય, તેવી વિચિત્રતા વાળો છે. તેમાં ય નારક અને તિર્યંચ ગતિના દુઃખોનું વર્ણન તો જ્ઞાનીઓ પણ કરી શક્યા નથી. માનવ અને દેવો પણ દુઃખી છે જ્યાં સુધી સંસારથી મુક્તિ ન થાય ત્યાં સુધી જીવને દુઃખ જ દુઃખ છે. માટે સંસાર પ્રત્યે અનાસક્ત અને ઉદાસીન રહેવું. ૪. એકત્વભાવનાઃ હું એકલો જ છું. મનુષ્યને એમ જણાય છે, ખરું કે હું તો પરિવારવાળો છું. મારે તો ઘણા સ્નેહી મિત્રો છે. પણ ભાઈ ! જ્યારે રોગ કે મૃત્યુ આવે છે ત્યારે તું રોગનું દુ:ખ એકલોજ ભોગવે છે. અને મૃત્યુ સમયે એકલો જ જાય છે તે તો તારો અનુભવ છે. જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે. પોતાના કરેલા કર્મો એકલો જ ભોગવે છે પછી શા માટે થોડા સુખ માટે માયા કરી અનંત દુઃખ મળે [ તેવું અજ્ઞાન સેવવું? હું એકલો જ છું એવી ભાવના કરવી.
૫. અન્યત્વભાવના : સંસારમાં સંયોગરૂપ ધન, પરિવાર, ગૃહ, સર્વ પદાર્થો દેહથી [ વસ્ત્રની જેમ અળગા છે. અન્ય છે. અને આ દેહ પણ પર છે. અન્ય છે. એક પરમાણું [ પણ જીવનું થઈ શકે તેમ નથી. સર્વ અન્ય છે. હું કેવળ સ્વસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આત્મા
છું એમ ભાવના કરવી.
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwworeooooooooooooooooooooooo-wessowawowosswwwwwwwwwwwwwwww weebetweeawwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
૬. અશુચિભાવના : અપવિત્રતાથી દૂર રહેવાની ભાવના કરવી. અપવિત્ર શું છે? અરે ! તારો દેહ. જે તને પ્રિય છે તેમાં શું ભરેલું છે! રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય આ સાત ધાતુમાંથી કોઈ ધાતુ શરીરમાંથી બહાર નીકળે તો જોવી કે સંઘવી ગમે ? કેવળ ત્વચાથી મઢેલી આ સાતધાતુના કોથળામાં જીવ અનાદિકાળથી મોહ પામ્યો છે. કેવું આશ્ચર્ય છે કે શુદ્ધ એવા આત્માનો ત્યાગ કરી જીવ અજ્ઞાનવશ નશ્વર અને અપવિત્ર એવા દેહને સુખી કરવા પ્રયત્નશીલ રહ્યો છો !
જે દેહની તે નિરંતર ચાકરી કરે છે તે દેહ શું શું આપે છે. દરેક પળે ર ચક્ષુ, ૨ કાન, ૧ નાક, ૧ મુખ, ૧ ગુદા, ૧ લિંગ અને સ્ત્રીના સ્તન એમ દરેક સ્થાનેથી અશુચિ વહ્યા કરે છે. અને સુગંધી પદાર્થોને પણ તે દુર્ગધમાં ફેરવી નાખે છે. કહો હવે એમાં શું મોહ પામવા જેવું છે?
હે ચેતન ! આવા દેહમાં આત્મા વર્તે છે. તેનું ભાન કરી ધર્મ ધ્યાન આરાધી હું જન્મ સફળ કરી લે. એમ ભાવના કરવી.
0000000000000000000000000000099999999999999999999999999999888888888888888888999999999999999999999999999999999999999999999999999
છે. આશ્વવભાવનાઃ જીવના પરિણામનું નિમિત્ત પામી કર્મોનો પ્રવાહ સતત આત્મપ્રદેશોમાં ગ્રહણ થતો રહે છે. તે શુભાશુભ આશ્રવ કર્મ બંધના કારણો છે. આત્મા આશ્રવથી જુદો છે. તેવું સતત ભાન રાખવું.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org