________________
૮. સંવરભાવનાઃ કર્મોને રોકવાની શક્તિ : આશ્રવ દ્વારા આવતા કર્મોના પ્રવાહને રોકવાનું સાધન તે સંવર છે. જે આત્મશક્તિ દ્વારા કર્મ રોકાય તે સંવર છે. સંવરતત્ત્વ ભાવથી જ્ઞાનીને વર્તે છે. રાગાદિ ભાવના નિરોધથી કર્મો અટકે છે.
૯. નિર્જરાભાવનાઃ કર્મોનું ખરી જવું. ઇચ્છા નિરોધ કે તપ દ્વારા પૂર્વ કર્મોનું દૂર થવું. રાગાદિભાવનો નાશ થતાં આત્મશક્તિના પ્રગટવાથી ક્રમે કર્મોનો નાશ કરવાની ભાવના કરવી.
૧૦. લોકસ્વરૂપભાવનાઃ લોકનું સ્વરૂપ ચિંતવી લોકથી અસંગ થઈ લોકાગ્રે જવાની ભાવના કરવી.
કમ્મર પર બે હાથ રાખી બે પગ પહોળા કરી ઉભેલા પુરુષની આકૃતિ જેવો આ લોક છે. તેમાં ધર્માસ્તિકાય ઇત્યાદિ છ દ્રવ્યો છે. અનંત પદાર્થો છે. તેની અનંત પર્યાયો છે. દરેક પદાર્થ પરિવર્તનશીલ છે.
લોકમાં અધોલોક, મધ્યલોક અને દેવલોક આવેલા છે. જીવ અનાદિકાળથી તેમાં પરિભ્રમણ કરે છે. આવા લોકના સ્વરૂપનું ચિંતન કરી જીવે સર્વ પદાર્થોથી પોતે અસંગ છે, તેમ ભાવના કરી લોકસ્વરૂપનું ચિંતન કરવું.
૧૧.
બોધિદુર્લભભાવના : બોધિસમ્યકત્વ-રત્નત્રય.
જીવ અનાદિકાળના ભવભ્રમણમાં મનુષ્યાદિપણું કે દેવપણું પામ્યો હશે, પરંતુ ભવભ્રમણથી રહિત થાય તેવું સમકિત પામ્યો નહિ. વિપરીત શ્રદ્ધાનને કારણે તેની પ્રાપ્તિ દુર્લભ રહી છે. તેની પ્રાપ્તિ માટે સત્પુરુષાર્થ કરવો. અને એક રત્નત્રય જ ઉપાદેય છે તેમ ભાવના કરવી.
૧૨. ધર્મ દુર્લભભાવના : શુદ્ધ સ્વરૂપ તે ધર્મ છે. અકામ નિર્જરા કરતો જીવ માનવ જન્મ, આર્યકુળ, ધર્મશ્રવણ વગેરે સાધન પામ્યો તો પુણ શુદ્ધ સ્વરૂપમય ધર્મ ન પામ્યો. જગતના પ્રપંચ અને પ્રલોભનોનો ત્યાગ કરી, દેહાદિના અહંમ અને મમત્વનો ત્યાગ કરી, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેવી દુર્લભ છે ? જીવને અનાદિકાળ જવા છતાં સદ્ધર્મ પ્રાપ્ત થયો નથી. અરિહંત સર્વજ્ઞદેવ કેવળી ભગવંતોએ કહેલા યથાર્થ ધર્મને પામવો તેની શ્રદ્ધા થવી દુર્લભ છે. છતાં આ જન્મમાં મળેલા સત્તાધનો દ્વારા તેની પ્રાપ્તિ કરવાનો ઉદ્યમ કરવો.
આ બાર ભાવનાઓનાં ચિંતનથી અંતરમૂખતા થાય છે. ત્યારે આત્માના પરિણામની શુદ્ધિ થવાથી આવતા કર્મો રોકાય છે, નિર્જરે છે અને વીતરાગભાવ જાગૃત થતાં જીવ પૂર્ણ શુદ્ધ થઈ મોક્ષને પામે છે.
Jain Education International
ભાવના ભવ નાશિની
૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org