________________
ચાર કષાય દ્વારા આશ્રવ
કષાય
મલિન વૃત્તિઓનું પરિણામ. તેના ચાર ભેદ છે.
૬. ક્રોધ ઃ ગુસ્સો ખેદ, ઇર્ષા, દ્વેષ અલ્પાધિક માત્રામાં પરિણામ થવાથી કર્મનું આવવું તે આશ્રવ છે.
-
૭. માન ઃ અહંકાર, મદ, અભિમાન, વિનય ગુણની હાનિ કરનારો કષાય છે. તેવા પરિણામ થવાથી જે કર્મનું આવવું તે આશ્રવ છે.
૮. માયા : છળ, કપટ, પ્રપંચ, જાળ, શલ્યરૂપ છે. તેવા પરિણામ થવાથી જે કર્મનું આવવું તે આશ્રવ છે.
૯. લોભ : અસંતોષ, પરિગ્રહની મૂર્છારૂપ છે. તેવા પરિણામથી જે કર્મનું આવવું તે આશ્રવ છે.
પાંચ અવત દ્વારા આશ્રવ
૧૦.પ્રાણાતિપાત ઃ હિંસા, પ્રમાદ કે સ્વાર્થવૃત્તિથી થતા ભાવ કે જીવ હિંસા. ૧૧.મૃષાવાદ : સ્વાર્થ કે પરના અહિત અર્થે, સત્ય કે અસત્ય બોલવું તે અર્થાત્ અપ્રિય કે અહિતકારી વચન.
૧૨.અદત્ત : ચોરી, આપ્યા કે પૂછ્યા વગર લેવું, રાજ્યની કરચોરી વગેરે.
૧૩.મૈથુન : અબ્રહ્મ અસંયમ - કામવાસના.
૧૪.પરિગ્રહ : ધન ધાન્યાદિકમાં સંગ્રહવૃત્તિ અને મૂર્છા.
ત્રણ યોગ દ્વારા આશ્રવ
યોગ - મન વચન કાયાની પ્રવૃત્તિ તે યોગ છે.
૧૫.મનોયોગ : મનોયોગનું પ્રવર્તવું તે આશ્રવ છે. પ૨ પદાર્થોનું મનન-ચિંતન. ૧૬. વચનયોગ : વચનયોગ દ્વારા બોલવું કહેવું તે દ્વારા થતો આશ્રવ.
૧૭.કાયયોગ : શરીરનો જે વ્યાપાર, વર્તના તેના દ્વારા થતો આશ્રવ. આવા ૧૭ પ્રકારના અસંયમ દ્વારા કર્મનો પ્રવાહઆવે છે.
શુભાશુભ આશ્રવ કેવી રીતે ?
૧. પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રશસ્ત ભાવે વર્તતા હોય તો તે શુભાશ્રવ છે. જેમ કે શરીર શુભક્રિયામાં વર્તે, જીભ વડે પ્રભુના ગુણગાન ગાવા, સ્વાધ્યાય સાંભળવો તે પ્રશસ્ત ભાવ છે.
Jain Education International
૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org