________________
s es
wsdvocessessessesses
શરીર પર રાગ થવો. સ્ત્રી, પુત્રાદિક પ્રત્યે રાગાદિ ભાવથી તેમનો સ્પર્શ કરવો, તે અપ્રશસ્તભાવ તે અશુભાશ્રવ છે.
જો જીવ વિચાર કરે કે અનિત્ય તેવા આ પૌલિક વિષયોમાં કંઈ સુખ નથી, અને તેમાં સંયમ રાખે તો તે શુભાશ્રવ છે.
કષાયઃ ચારે કષાયોની મંદતા થાય તે શુભાશ્રવ છે. છતાં પોતાની ક્રોધાદિ પ્રકૃતિ પ્રત્યે ક્ષમાદિ રાખવા કે જેથી તે દૂર થાય. શુભભાવ હોવાથી શુભાશ્રવ છે. અથવા પુત્ર કે શિષ્યને કુછંદે જતાં જોઈ તેને અટકાવવા ક્રોધ થઈ જાય, તે હિતાર્થે હોવાથી કથંચિત શુભભાવ છે.
પોતાને અથવા પોતાના કુટુંબ પરિવારને નુકશાન કરનાર પ્રત્યે ક્રોધ થાય તેમાં સ્વાર્થબુદ્ધિ હોવાથી, અપ્રશસ્ત ભાવ હોવાથી, અશુભાશ્રવ છે. તે પ્રમાણે અન્ય કષાયો વિષે સમજવું. પ્રશસ્ત કે અપ્રશસ્તભાવ મોક્ષમાર્ગ તરફ દૃષ્ટિ રાખી વિચારવા અને તે પ્રમાણે વર્તવું, નહિ તો શુભાશુભાશ્રવ સંસાર વૃદ્ધિનું કારણ છે.
પાંચ વ્રત દ્વારા શુભાશુભ આ હિંસા : પ્રમાદવશ અન્યજીવોના પ્રાણનો ઘાત કરવો. દુ:ખી કરવા તે અશુભ આશ્રવ છે. પરંતુ મોક્ષાભિમુખ ક્રિયામાં કોઈ પ્રાસંગિક કે શાસનના દ્રોહની કે પ્રાણની રક્ષા માટે પ્રાયશ્ચિતપૂર્વક હિંસા કે હિંસાના ભાવ થાય તે પ્રશસ્ત હોવાથી શુભાશ્રવ છે. મૃષા : સ્વાર્થ માટે અસત્ય બોલવું તે અશુભાશ્રવ છે. પરંતુ પરહિત માટે અપેક્ષાએ અસત્ય પ્રાયશ્ચિત સહિત બોલવામાં આવે તો તે શુભભાવ હોવાથી અપેક્ષાએ શુભાશ્રવ
8 086
200000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000066686288e9%860000000000000000005
અદા : કોઈની વસ્તુના માલિક થવું અન્યને દુઃખી કરવા તે અશુભાશ્રવ છે. મૈથુન : અબ્રહ્મ – અપ્રશસ્ત હોવાથી સર્વ પ્રકારે અશુભ આશ્રવ છે. પરિગ્રહ : સ્વને માટે કે કુટુંબાદિક માટે સંગ્રહ કરવો તેમાં મૂછ, મમત્વ હોવાથી અશુભાશ્રવ છે. પરંતુ જ્ઞાનના કે પરોપકારના સાધનો શુભભાવનાથી રાખવા તે શુભશ્રવ છે. શુભાશય હોવા છતાં અસત્યાદિ પ્રકારમાં પ્રાયશ્ચિત લેવું જરૂરી છે.
યોગ દ્વારા શુભાશુભ આશ્રવા, મન દ્વારા કોઈનું અશુભ ચિતવવું, ઈર્ષા આદિ સેવવા તે અશુભ મનોયોગ અશુભ આશ્રવ છે. મન દ્વારા શુભ ચિંતવવું કે શુભભાવનાઓ કરવી તે શુભરાગ હોવાથી શુભાશ્રવ છે.
વચન દ્વારા હિત અને પ્રિયકારી બોલવું ભણવું ભણાવવું વગેરે શુભભાવ હોવાથી તે શુભાશ્રવ છે અને અસત્ય વચન કે માયા સહિતનું બોલવું અશુભભાવ હોવાથી અશુભાશ્રવ છે. - કાયા દ્વારા સાંસારિક પ્રવૃત્તિઓ કરવી તેમાં અશુભભાવ હોવાથી અશુભાશ્રવ છે. અને પરોપકારાદિ કાર્યો કે ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં શુભભાવ હોવાથી તે શુભાશ્રવ છે.
2
2222
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org