________________
૨૪ ક્રેષિકી ક્રિયા : ક્રોધ, માન, દ્રેષવશ તેવા ભાવો ઉપજે તેવા વચન બોલવાથી જે ક્રિયા લાગે તે.
૨૫ ઇર્યાપથિકી ક્રિયા : માત્ર કેવળીને ગમનાગમન સમયે જે ક્રિયા લાગે તે.
આશ્રવ તત્ત્વનો સારાંશ
આશ્રવ તત્ત્વના ભેદ સર્વજ્ઞ પ્રરૂપિત તત્ત્વના રહસ્યથી સમજાય છે. જીવ અજ્ઞાનદશામાં શુભાશુભ કર્મનો બંધ કેવી રીતે કરે છે, તે આશ્રવતત્ત્વથી સમજાય છે. ઘરનાં બારીબારણાં ખુલ્લા મૂકે અને કચરો, પશુપક્ષી પ્રવેશ કરી જાય તેમ, મન, વચન, કાયા અર્થાત્ ઇન્દ્રિયોના દ્વારો વિષયમાં ખુલ્લા રહે તો આશ્રવની ક્રિયાઓ થતી રહે છે. અને જીવ કર્મ સાથે બંધાય છે.
અશુભપ્રવૃત્તિ કરે, અશુભનો બંધ પડે અને સુદેવ, સુગુરુ સંઘ, સુધર્માદિકની પ્રવૃત્તિ કરવાથી શુભ ભાવના કારણે શુભાબંધ પડે. અને શુભાશુભ ભાવના રોકાવાથી કે રાગાદિના રોકાવાથી આશ્રવ રોકાય છે.
આશ્રવના ૪૨ ભેદો સામાન્યપણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદમાં સમાઈ જાય છે. પરંતુ તેનો વિચાર કરવાથી સૂક્ષ્મ ક્રિયાઓનું ભાન થતાં જીવ જાગૃત થઈ શકે છે. અઢાર પાપસ્થાનકો પણ આ ૪૨ ભેદમાં સમાય છે.
આશ્રવ તત્ત્વના દર્શાવેલા ભેદમાં કોઈ પ્રકારો સ્થૂલપણે પરસ્પર સરખા લાગે, જેમ કે કાયિકી ક્રિયા અને અનાભોગિકી ક્રિયા. પહેલું અવ્રત પ્રાણાતિપાત અને પાંચમું અવ્રત પરિગ્રહિકી ક્રિયામાં સમાય છે. છતાં સૂક્ષ્મ દૃષ્ટિએ તેમાં ભેદ જણાય છે. ચક્ષુઇન્દ્રિયનો આશ્રવ ઇન્દ્રિય વિષયક છે અને દૃષ્ટિકી ક્રિયાનો આશ્રવ ક્રિયા નિમિત્તક
છે.
આશ્રવ જીવને ચારે ગતિમાં ભ્રમણ કરાવનારું છે. સાંસારિક ક્રિયામાં તે અશુભપણે ગ્રહણ થાય છે અને ધાર્મિક ક્રિયામાં શુભભાવને કારણે અથવા આ બેતાલીશ પ્રકારમાં જ્યાં જ્યાં શુભક્રિયારૂપે હોય છે, ત્યાં ત્યાં શુભાશ્રવ થાય છે. જેમ કે ઉપયોગ રહિતને બદલે ઉપયોગ સહિત વસ્ર પાત્ર લેવા તે શુભક્રિયા છે. તેમ દરેક ક્રિયામાં સમજવું અને પ્રથમ અશુભાશ્રવથી અટકવું પછી ક્રમે કરી શુભાશ્રવનો ત્યાગ કરી સંવરમાર્ગમાં પ્રવેશ કરવો.
Jain Education International
૭૨
For Private & Personal Use Only
www.jainelibrary.org