________________
પાપ - અશુભકર્મ, તથા અશુભ કર્મના ઉદયનું ફળ તે બંને પાપ છે.
પુણ્યતત્ત્વના ભેદમાં આપણે જોયું કે પુણ્યતત્ત્વ જીવનો ગુણ નથી પણ શુભ પરિણમન છે. આથી પુણ્ય જીવનમાં કથંચિત સુખદાયક અને પ્રશંસાપાત્ર છે, જ્યારે પાપ દુઃખદાયક અને ખેદ - નિંદાપાત્ર છે. ઉત્તમપુણ્ય અપેક્ષાએ પરમાર્થને પરંપરાએ અનુસરે છે. પાપ પરિભ્રમણને અનુસરે છે. પુણ્યથી સુખ અર્થાત્ ધર્મના શુભરાગથી સુખની પ્રાપ્તિ થાય છે. પાપથી દુઃખની પ્રાપ્તિ થાય છે. અધર્મરૂપ પાપ જીવને દુઃખમાં ભમાવે છે. આવા પાપ સેવનના મુખ્યત્વે અઢાર પ્રકાર છે. અર્થાત્ જે અઢાર પાપસ્થાનકના નામે ઓળખાય છે.
પાપસ્થાનકના ૧૮ પ્રકારો
૧. પ્રાણાતિપાત :હિંસા, કોઈ પણ જીવના પ્રાણનો ઘાત કરવો, પીડા ઉપજાવવી, માનસીક ત્રાસ આપવો દ્રવ્યહિંસા છે. સવિશેષપણે રાગાદિ ભાવો વડે આત્મગુણને દબાવવા કે ઘાત કરવો તે ભાવ હિંસા છે.
૨. મૃષાવાદ
૩. અદત્તાદાન
૪. મૈથુન
૫. પરિગ્રહ
૬. ક્રોધ
છ. માન
પાઠ : ૩૦
૪ પાપતત્ત્વનું સ્વરૂપ
. માયા
: અસત્ય બોલવું, છળ, કપટ, માન અને માયા જેવા મિથ્યા ભાવ સહિત બોલવું. ધન ધાન્ય કે પરિવારના લાભ કે લોભને અર્થે અસત્ય વચન બોલવા. જુકી સાક્ષી પુરવી.
: અદત્ત - ચોરી, આદાન-લેવું, ચોરીને - છૂપાવીને લેવું, આપ્યા કે પૂછ્યા વગર લેવું, અન્યની વસ્તુ પોતાની કરી લેવી. રાજ્યના કર આદિ છૂપાવવા તે ચોરી છે. એક પરમાણું માત્રનું ગ્રહણ કરવું તે પરમાર્થે અદત્તાદાન છે.
: વિષયભોગ-કામવાસના, ઇન્દ્રિયોનો અસંયમ, અર્થાત્ પાંચે ઇન્દ્રિયોના ભોગોની લોલુપતા, સવિશેષ વિજાતીય જાતિની ભોગવાસના.
: ધન, ધાન્યાદિનો સંગ્રહ કરીને તેમાં માન, મોટાઈ, મમત્વ કરવું, આવશ્યક કરતાં ઘણું મેળવવાની તૃષ્ણા.
: ગુસ્સો, આવેશ, આક્રોશ, અનાદર અને રીસ.
: અહંકાર, અહં, અભિમાન તથા આઠ પ્રકારના મદ, જાતિ, કળ, બળ, માન, તપ, જ્ઞાન, રૂપ અને ઐશ્વર્ય આદિના પ્રકારે જીવ અહંમ સેવે છે.
: છળ, કપટ, પ્રપંચ, મલિનતા, માયા એક શલ્ય મનાય છે.
Jain Education International
૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org