________________
પુણ્ય
-
પાપ
-
ચતુર્વાંગી
-
પુણ્ય અને પાપ કર્મના બંધનો આધાર જીવના અધ્યવસાય – મનોવૃત્તિ છે. પુણ્યના કે પાપના ઉદયકાળે જીવ જેવા અધ્યવસાય કરે તેવો નવો શુભ કે અશુભ અનુબંધ પડે. આને પુણ્યપાપની ચતુર્વાંગી કહેવાય છે.
પ્રકાર
૧ પુણ્યાનું બંધી પુણ્ય= ૨ પાપાનું બંધી પુણ્ય પુણ્યાનું બંધી પાપ ૪ પાપાનું બંધી પાપ
૩
પાઠ : ૨૯
કર્મની કેટલીક વિશેષતાઓ
=
૧. પુણ્યાનું બંધી પુણ્ય : જે પુણ્યનો ઉદય નવા પુણ્યબંધનો હેતુ બને. જે પુણ્ય મોક્ષમાર્ગનું નિમિત્ત બને.
પ્રાયે અધિકારી
જ્ઞાની, મુનિ, સમીપ મુક્તિગામી જીવ આર્ત – કે રૌદ્રધ્યાની ભૌતિક સુખવાળો. હળવા કર્મી – માર્ગાનુસા૨ી જીવ જેવો. રૌદ્રધ્યાની અધોગતિ ગામી.
-
સાકર ઉપર બેઠેલી માખ સાકરનો સ્વાદ ચાખે અને સહેલાઈથી ઉંડી પણ જાય તેમ પુણ્યનો બંધ અને ઉદય હોય. શાલિભદ્રે પૂર્વ જન્મમાં નિસ્પૃહભાવે મુનિને આહાર દાન આપ્યું તેના પુણ્યયોગે અઢળક સંપત્તિ મળી. તેનો સદુપયોગ કર્યો અને તેનો પણ ત્યાગ કરી મોક્ષમાર્ગની સાધના કરી.
૨. પાપાનું બંધી પુણ્ય : પુણ્યનો ઉદય થાય અને પાપ બંધાય. સાકરની ચાસણી પર બેઠેલી માખ પૂરો સ્વાદ ન લઈ શકે અને ચોંટીને ફસાઈ જાય તેમ જીવ પુણ્ય ભોગવે, પાપ બંધાતુ જાય.
Jain Education International
મમ્મણ શેઠે પૂર્વભવમાં મુનિને આહારદાન આપ્યું પણ પછી ખેદ થયો. ફળ સ્વરૂપે દાનથી ધન પ્રાપ્તિ થઈ, પણ દાન પછીના ખેદને કારણે લોભની મૂર્છાએ ધનપ્રાપ્તિનો અતિ પરિશ્રમ કરી જીવનને વ્યર્થ કર્યું. અધોગતિ પામ્યો.
૩. પુણ્યાનું બંધી પાપ : પાપ હું:ખનો ઉદય પણ સહન કરવાના ગુણથી નવો અનુબંધ પુણ્યનો થાય. પત્થર પર બેઠેલી માખને ગળપણનો રસાસ્વાદ ન મળે પણ જલ્દી ઉડી શકે. ચાસણી ૫૨ ચોંટવા જેવું દુ:ખ ન પામે. પૂર્વના પાપ કર્મના ઉદય અનુસાર રોહણીય ચોર બન્યો, પરંતુ પ્રભુદેશનાનો જ્યારે મર્મ સમજ્યો ત્યારે સંસારનો ત્યાગ કરી પુણ્યયોગે પ્રભુપાસે આત્મકલ્યાણ સાધ્યું.
..
૪. પાપાન બંધી પાપ ઃ પાપનો ઉદય થાય અને નવો અનુબંધ પણ પાપનો બને. વિષ્ટા પર બેઠેલી માખને ઇષ્ટ રસાસ્વાદ મળતો નથી. અને ઉડી પણ શકતી નથી.
કાળ સૌરીક કસાઈ પૂર્વકર્મના યોગે હિંસાનો ધંધો કરતો હતો. પરિણામે નવા પાપનો વિશેષ અનુબંધ કરી નરકગતિ પામ્યો.
૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org