________________
Sheeeeeeeee
Deeeeeeeeee 200000000000288888888888888888eeeeeeeeeeeeeeeeeeeee
પાઠ : ૨૭
૩ પુણ્યતત્વ પુણ્ય : શુભ કર્મનો બંધ તે નવ પ્રકારે હોય છે.
જેના ઉદયથી શુભકર્મોનું ફળ મળે અર્થાત્ જગતના સુખ મળે છે. તેથી પુણ્ય શુભ આશ્રવ છે. છતાં તે કથંચિત ઉપાદેય છે. કારણ કે મોક્ષના બાહ્ય નિમિત્તમાં મનુષ્ય દેહ છે તે પુણ્યયોગથી મળે છે. ધર્મના સાધનો, જ્ઞાનીજનોનો યોગ, પ્રભુની પવિત્ર દેશના, જેવા મોક્ષ પ્રાપ્તિના નિમિત્તો પણ પુણ્યયોગે મળે છે. તેથી પુણ્ય ભોમિયા જેવું છે. પુણ્યયોગ મળવા છતાં મોક્ષનું પ્રયોજન જીવ ન સાધે તો તે શુભાશ્રવ છે અને તેથી હેય છે. ત્યાગવા યોગ્ય છે.
e
પુણ્યબંધના હેતુઓ મુખ્ય નવ પ્રકારે છે. ૧. સુપાત્રે આહાર, ૨. ઔષધ, ૩. રહેવાના સ્થાનનું દાન કરવું.
(સુપાત્ર = સાધુ, સાધ્વી કે વ્રતધારી સાધક). ૪. સુપાત્રે શયનના સાધનો આપવા. ૫. સુપાત્રે વસ્ત્ર ઉપકરણાદિ આપવા. ૬. મન વડે શુભ ભાવના ભાવવી. ૭. વચન સત્ય પ્રિય હિતકારી અને મધુર બોલવા. ૮. કાયાવડે શુભ પ્રવૃત્તિ પરોપકારાદિ કરવા. ૯. દેવગુરુ આદિ પૂજ્ય જનોની સેવા ભક્તિ વંદનાદિ કરવા, તપની આરાધના કરવી.
આ ઉપરાંત જિનમંદિર કરાવવા, તેનો નિર્વાહ કરવો, તે અંગે પૂજાદિની પ્રવૃત્તિ કરવી. ઉપાશ્રયાદિની રચના કરવી વગેરે.
સુપાત્રમાં મુખ્યત્વે મુનિ છે. અનુક્રમે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને સુયોગ્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. સુપાત્ર દાન પરંપરાએ ભવમુક્તિનું કારણ બને છે. અપેક્ષાએ ગૃહસ્થને અનુકંપાદાન ઉચિત છે. જેમાં દીન, દુઃખી, દરિદ્ર, અપંગ, પશુપંખી વગેરેનો સમાવેશ થાય છે.
વિવિધ પ્રકારનાં દાન – પરોપકાર તે અપાત્ર દાન છતાં નિઃસ્પૃહભાવે કરવાથી પુણ્યબંધના હેતુ બને છે. તેમાં અપાત્ર સૌ ધર્મી છે, તેમ ન માનવું પણ શ્રાવકના દ્વારેથી કોઈ નિરાશ થઈને ન જાય તે હેતુ છે. લોભ ઘટવાનું નિમિત્ત છે. ઉપરના હેતુથી જીવના પરિણામ શુભ રહે છે. તે શુભભાવ છે. તેનાથી શુભબંધ પડે છે. તે પુણ્ય છે. મુખ્યત્વે નવ પ્રકારે બંધાતું પુણ્ય બેતાલીસ પ્રકારે પ્રાયે ઉદયમાં આવે છે, અર્થાત ફળ આપે છે. સામાન્ય જીવો અશુભ છોડી શુભ પ્રવૃત્તિ કરે છે, તેથી પુણ્યને અનુસરે છે. અને પુણ્યદ્વારા યોગ્ય નિમિત્ત મળતાં પરિણામમાં શુદ્ધિ કરે તો પરંપરાએ મુક્તિને પામે છે. તે સિવાય પુણ્ય પણ પરિભ્રમણનું કારણ બને છે. પુણ્યની ચતુર્ભગીમાં આનો ભેદ સમજી શકાશે.
eeeeeeeeeeeeeeeeeeeeeeeeeees®es0%98%e0%aeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeesa%86%8CNGRESSENGEEEEEEEElsa's closed-666666660083%%%AA%A8%E0%AA%
AARSANGANGANGASARAGASARASWA000.00PAGSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
BE%E0%AA%A6%
0.4%64%6F64%6C%65400-5000
૫૪
800000000000000
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org