________________
નવતત્ત્વ હેતુ વિચાર
૧. સકલ તત્ત્વોને કે સમસ્ત પદાર્થોને જાણનાર, જોનાર અને વિચાર કરનાર જીવ નામનું તત્ત્વ છે. પુદ્ગલ આદિ તત્ત્વોની ગ્રહણ-ત્યાગાદિ ક્રિયા કરનાર, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિર્જા અને મોક્ષતત્ત્વની પ્રવૃત્તિ ક૨ના૨ જીવ જ છે. તેના સિવાય અન્ય તત્ત્વોનું હોવું શક્ય નથી. તેથી પ્રથમ તત્ત્વ જીવ કહ્યું.
૨. જીવોના વિવિધ પ્રકારની વ્યવસ્થા તથા પરભવમાં ગમનાગમન માટે બીજું અજીવ તત્ત્વ કહ્યું.
૩. અજીવના કર્મસ્વરૂપ વિકારો તે પુણ્યપાપ છે. તેમાં પુણ્ય શુભ અને સુખરૂપ હોવાથી ત્રીજું તત્ત્વ કહ્યું.
૪. પાપતત્ત્વ અશુભ અને દુઃખરૂપ હોવાથી ચોથું કહ્યું.
૫. પુણ્યપાપ બંને તત્ત્વોનું જીવના સંયોગમાં આવવું, કર્મરૂપે ગ્રહણ થવું તે આશ્રવતત્ત્વ પાંચમું છે.
૬. પુણ્ય-પાપરૂપ શુભાશુભ આશ્રવ આત્મરૂપ નથી. આત્માને આવરણ કરનારા હોવાથી તેને રોકવાનું કાર્ય કરનાર આત્માની શક્તિ તે સંવરતત્ત્વ છઠ્ઠું કહ્યું.
૭. અનાદિકાળથી ગ્રહણ થયેલા તત્ત્વોની સત્તાને, જૂના કર્મોને નાશ કરનાર આત્માની શક્તિ નિર્જરા તત્ત્વ સાતમું કહ્યું. નવા કર્મો અટકે અને જૂના નાશ પામે તો જ આત્મા કર્મોથી મુક્ત થાય.
૮. આશ્રવથી આવેલા કર્મોનો જીવની સાથે પ્રકૃતિ આદિ અવસ્થાએ સંબંધ થયા વગર ફળ આપે નહિં. આમ આત્મા સાથે કર્મોનું એકમેક થઈ જવું તે બંધ તત્ત્વ મોક્ષની અપેક્ષાએ આઠમું કહ્યું.
૯. જીવની સાથે આત્માનો સંયોગી સંબંધ છે. તે આત્મરૂપ નથી તેથી જીવની યોગ્યતા પ્રમાણે કર્મોનો સર્વથા મોક્ષ પણ હોવો જોઈએ. મોક્ષ સર્વોત્કૃષ્ટ તત્ત્વ હોવાથી સર્વ જ્ઞાન આદિ પરિશ્રમની પ્રવૃત્તિ એની પ્રાપ્તિ માટે છે. તેથી સર્વના સારરૂપ મોક્ષતત્ત્વ કહ્યું.
સારાંશ
જીવતત્ત્વ જાણવાનું પ્રયોજન :
નવતત્ત્વમાં પ્રથમ અને મુખ્ય જીવતત્ત્વ છે. તેના સિવાય સૃષ્ટિ શૂન્યવત છે. વિશ્વમાં મુખ્ય બે તત્ત્વ વ્યાપક છે. બીજા તત્ત્વ તેના ભેદો છે.
Jain Education International
૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org