________________
પાઠ : ૨૫ કાળનું સ્વરૂપ
stee
કાળ : વર્તન, હોવું, થવું, રહેવું કે વિદ્યમાનતા તેના લક્ષણ છે. કોઈપણ પદાર્થના અસ્તિત્વને જાણવા, માટે કાળનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. કાળના બે પ્રકાર છે. તે અરૂપી છે. પ્રકાર – ૧. નિશ્વયકાળ, ૨. વ્યવહારકાળ. ૧. નિશ્ચયકાળ : એક સમયવર્તી વર્તમાન કાળ તે નિશ્ચયકાળ છે. ભૂતકાળ વહી ગયો છે. તેથી તે વર્તમાનમાં નથી. ભવિષ્યકાળ વર્તમાનમાં હોતો નથી. માત્ર વર્તમાનમાં એક સમવર્તી કાળ વિશેષ તે નિશ્ચયકાળ છે. સમય કેવળી ગમ્ય છે. કારણ કે તે કાળનો અતિ સૂક્ષ્મ અવિભાજ્ય પર્યાય છે.
wwwwxa૦૦000000000000000000
Retenessor
૦૦૦૦૦૦૦૦૦
SSSSSSSSSSSSSSSSSSSSS0000000000000000000
૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦99%
૨. વ્યવહાર કાળનું સ્વરૂપ : અઢી દ્વીપમાં ચાલતા સૂર્ય ચંદ્રની ગતિ અનુસાર પ્રસિદ્ધકાળ તે વ્યવહાર કાળ છે. તે ત્રણ પ્રકારે છે.
૧. ભૂતકાળ, ૨. ભવિષ્યકાળ, ૩. વર્તમાનકાળ. ભૂતકાળ-ભવિષ્યકાળ અનંત સમય વર્તે છે. વર્તમાનકાળ એક સમયવર્તી છે.
દ્રવ્યમાં જૂના નવા પણાની વર્તના તે કાળ છે. જીવ અને પુગલ બંનેમાં તેનું [ પરિણમન તે વર્તના છે.
અઢીદ્વીપ અને બે સમુદ્રને આધારે ૪૫ લાખ યોજનાના વિસ્તારવાળા મનુષ્યક્ષેત્રમાં (ભરત અને ઐરાવતમાં) ચંદ્ર, સૂર્યાદિ જ્યોતિષિઓ ભ્રમણ કરે છે. તેની ગતિ પરથી કાળનું પ્રમાણ છે. તે સિવાય આ વ્યવહારકાળ અન્યત્ર નથી. અન્યભૂમિમાં જે આયુષ્ય પ્રમાણ છે, તે અઢીદ્વીપમાં ચાલતા સૂર્યચંદ્રની ગતિને અનુસારે છે. મહાવિદેહમાં ભરતક્ષેત્રના ચોથા આરા જેવો કાળ છે. કાળ અન્ય દ્રવ્યની જેમ અસ્તિકાય (પ્રદેશોનો સમુહ) નથી. એક પ્રદેશે એક કાળાણુ હોય છે. તેથી કથંચિત તેને દ્રવ્ય માનવામાં આવતું નથી. છતાં જેમાં કંઈપણ ગુણો હોય છે, તે દ્રવ્ય મનાય છે. દ્રવ્યથી તે વર્તના ગુણવાળુ છે. ક્ષેત્રથી ક્ષેત્રવર્તે છે. કાળથી અનાદિ અનંત છે. ભાવથી વર્ણાદિ રહિત અરૂપી છે. સૂર્યાદિ ગતિ વડે સ્પષ્ટ જણાય છે. અર્થાત્ રાત્રિ દિવસ વગેરે જણાય છે. એવું કાળદ્રવ્ય છે તે સર્વજ્ઞ | કથિત છે. છતાં નવા-જૂના વિગેરે પર્યાયો કાળના આધારે થતાં હોવાથી તે ઉપચારથી દ્રવ્ય કહેવાય છે.
%%99%6૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%૦૦૦૦૦૦૦૦૦૦૦
%૦૦d૦૦૦૦%૦૦૦૦૦૦૦૦૦૦૦w
કાળચક્ર તે કોઈ ચક્ર નથી પણ પરિવર્તનશીલ હોવાથી તેને સમજવા માટે તે શાબ્દિક પ્રયોગ છે.
w૩૦૦૦
#
#
#
#
#
www
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org