________________
પાઠ : ૧૪
૯ - મોક્ષતત્ત્વ
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ :
શ્રી ઉમાસ્વાતિ આચાર્ય તત્ત્વાર્થ સૂત્ર.
મોક્ષ - મુક્ત થવું કોનાથી મુક્ત થવું ?
અનંત પ્રકારના કર્મોરૂપી શત્રુઓથી મુક્ત થવું.
અનંત કાળના જન્મ મરણના પરિભ્રમણથી મુક્ત થવું. મોક્ષ શું છે ?
આત્માના શુદ્ધ સ્વભાવનું પ્રગટ થવું. દેહાદિથી સર્વથા મુક્ત થવું. તે પછી આત્મા ક્યાં રહે ?
અનંત અવ્યાબાધ સુખમાં અનંતકાળ સુધી સિદ્ધલોકમાં રહે ત્યાં શું કરે ?
આત્મસ્વરૂપમાં લીન રહી નિજ સુખમાં રમણતા કરે. શાશ્વત સુખને પામે.
જન્મ, જરા, મરણ, રોગ અને શોકથી સર્વથા સર્વકાળ માટે મુક્તિ. મોક્ષ માર્ગના સાધનો ક્યા છે ?
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર તેના સાધનો છે.
તેની પ્રાપ્તિનો ક્રમ શું છે ? સમ્યગ્દર્શન - તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા. સમ્યજ્ઞાન - તત્ત્વોનો યથાર્થ બોધ, સભ્યચારિત્ર - સમ્યગુ વિતરાગતા. તેની આરાધનાનો ક્રમ શું છે ?
પુણ્યાનુબંધી પુણ્યનો યોગ, સંવર નિર્જરારૂપ આત્મશક્તિને પ્રગટ કરનારા તત્ત્વોનો વિધિસહિત ક્રમ સેવવો.
Jain Education International
મોક્ષની તીવ્ર અભિલાષા, કષાયનું શમન. દયારૂપ ધર્મનું પાલન એ તેની પાત્રતા છે. જેમાં કોઈ જાતિ કે વેશનો ભેદ નથી.
માનવજીવનનું આખરી, અગ્રિમ અને અનન્ય કર્તવ્ય મોક્ષમાર્ગની પ્રાપ્તિ છે.
૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org