________________
પાઠ : ૨૦
એકેન્દ્રિયાદિ જીવોનું સ્વરૂપ
(૧) એકેન્દ્રિય જીવ – કેવળ સ્પર્શેન્દ્રિય ધરાવે છે. તેના બે ભેદ છે. (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય (૨) બાદર એકેન્દ્રિય
સૂક્ષ્મ એકેન્દ્રિય : ઘણા જીવોનો સમુહ હોય તો પણ દૃષ્ટિ ગોચર થતા નથી. લોકાકાશચૌદરાજલોકમાં - સમસ્ત સૃષ્ટિમાં વ્યાપ્ત છે. તે છેદાતા, ભેદાતા, કે સળગી જતા નથી. મનુષ્યાદિના ઉપયોગમાં આવતા નથી. સૂક્ષ્મયંત્રથી જોઈ શકાતા નથી. જે દેખાય છે, તે બાદર જીવો છે.
સૂક્ષ્મ એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના જીવો અસંખ્ય છે. અને સાધારણ વનસ્પતિના જીવો અનંત છે. સૂક્ષ્મ નિગોદનો એક ગોલક તેવા અસંખ્ય ગોલકો ચૌદ રાજલોકમાં રહેલા છે. વચન ને કાયાથી તેની હિંસા થતી નથી. કેવળ ક્રૂર પરિણામ વડે તેની હિંસા લાગે છે. આ જીવો અનંતકાળ તે જ સ્થાનમાં ગાળે છે. સૂક્ષ્મ નિગોદના જીવો એક શ્વાસોચ્છ્વાસમાં સત્તરથી વધુ ક્ષુલ્લક ભવ કરે છે.
બાદર એકેન્દ્રિય : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ જે દૃષ્ટિ તથા સ્પર્શાદિથી ઇન્દ્રિય ગોચર છે. તે સર્વ બાદર છે. સ્કૂલ છે. પૃથ્વી આદિ પાંચે જીવ યુક્ત છે, તે સ્થૂલ એકેન્દ્રિય છે.
લોકપ્રસિદ્ધ સ્થૂલ વનસ્પતિમાં સાધારણ વનસ્પતિ કાય તે તમામ પ્રકારમાં જમીનની અંદર થતાં કંદમૂળ છે. અને પ્રત્યેક વનસ્પતિ કે જેમના શરીર જુદા છે. તે આંબો ફળ, ફૂલ ઈત્યાદિ.
આ સ્થૂળ એકેન્દ્રિય પાંચે પ્રકારના જીવો મનુષ્યના ઉપભોગમાં આવે છે. નિયત સ્થાનમાં હોય છે. તે છેદાય ભેદાય છે. અને સળગવા યોગ્ય છે. ને અન્યને પણ છેદી ભેદી કે અગ્નિ વડે બાળે છે. સજાતીયથી પણ હણાય છે.
પાંચે એકેન્દ્રિય જીવના સ્થાનો
૧. પૃથ્વી કાય : દરેક જાતની માટી, ક્ષાર, કોલસા, લોખંડ, સોનારૂપા આદિની ખાણ, પત્થર, અબરખ વગેરે.
૨. અપકાય : (પાણીના જીવો) : કૂવા, તળાવ, વરસાદ, ઝાકળ, બરફ, કરા વગેરે. ૩. તેઉકાય : (અગ્નિના જીવ) : અંગારા, જ્વાળા, તણખા, ઉલ્કા, ખરતાતારા, વિજળી જ્યાં ઉત્પન્ન થાય ત્યાં જીવહિંસાનું વિશેષ પ્રમાણ હોય છે.
૪. વાઉકાય : વાયુના જીવો ઃ ઊંચે નીચે જતો વાયુ, ઘૂમતો વાયુ, વંટોળિયો, શુદ્ધવાયુ, વીજળી પંખાનો વાયુ, જાડો પાતળો વાયુ.
૩૬
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org