________________
0909999999999999980848949092556822292642999999999999999999999999999O900000000000000000000000000000000000000000000000000000000
૫. વનસ્પતિકાયઃ બે પ્રકાર છે. ૧ પ્રત્યેક વનસ્પતિકાય - જેના શરીરમાં એક જીવ મુખ્ય હોય જેની નસો, ગાંઠ પ્રગટ હોય, તાંતણાવાળા હોય, કાપ્યા પછી ઉગે નહિ. દા.ત. ફળ, ફૂલ, છાલ, પાંદડા, થડ, બીજ વગેરે.... ૨ સાધારણ વનસ્પતિકાય - એક શરીરમાં અનંત જીવો હોય, જે મુખ્યત્વે જમીનની અંદર થતા હોય છે. અને ઉપર પણ થતા હોય છે. જેની નસો સાંધા ગાંઠ ગુપ્ત હોય છે. તાંતણા વગરના હોય છે. કાપવા છતાં ઉગે છે. આદુ અને લીલી હળદરને તાંતણા રેસા આવી જાય પછી તે અનંતકાય રહેતું નથી.
દરેક કંદમૂળ પાલખ ગુગળ, ગળો વગેરે સાધારણ વનસ્પતિ છે. બે ઇન્દ્રિય જીવો ઃ આ જીવો સ્પર્શ અને રસનાવાળા હોય છે. દા.ત. શંખ, કોડા, કરમીઆ, જળો, અળસીયા, લાળીયા, જીવ, પોરા. વગેરે દૂધ અને પાણીમાં યંત્ર દ્વારા જે દેખાય છે તે પાણીના મૂળ જીવો નથી પણ તે બેઇન્દ્રિય ત્રસ જીવો છે. તેન્દ્રિય જીવો ઃ સ્પર્શ, રસ અને પ્રાણ (નાક) એમ ત્રણ ઇન્દ્રિયવાળા છે. દા.ત. કાનખજૂરા, માંકડ, જુ, કીડી, ઉધઈ, ઇયળ, ધનેરા, કુંથુઆ, મંકોડા, સવા, કીડા વગેરે... ચઉરિન્દ્રિય જીવો ઃ સ્પર્શ, રસ, પ્રાણ અને ચક્ષુવાળા હોય છે. વીંછી, ભ્રમર, ભમરી, તીડ, માખી, ડાંસ, કંસારી, મચ્છર, કરોળિયા, તીડ, પતંગિયા વગેરે.
0000000000000000
પંચેન્દ્રિય જીવના બે ભેદ છે. ૧. અસંજ્ઞી પંચેન્દ્રિય ઃ વિચાર શક્તિ સહિત મન હોતું નથી. માતાપિતાના સંયોગ વગર પાણી માટી આદિના સંયોગથી ઉત્પન્ન થાય છે, તે દેડકા, સર્પ, માછલી વગેરે તે તિર્યંચ પંચેન્દ્રિય છે. મનુષ્યના મળ મૂત્રાદિ અશુચિ પદાર્થમાં ઉત્પન્ન થનારા સંમૂરિચ્છમ મનુષ્ય પંચેન્દ્રિયો હોય છે. ૨. સંજ્ઞી પંચેન્દ્રિય ઃ માતા પિતાના સંયોગ વડે ગર્ભથી ઉત્પન્ન થનારા તે મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય હોય છે. તે વિચાર શક્તિ સહિત મનવાળા હોય છે. શુભગતિરૂપ દેવલોકમાં પુષ્યશધ્યામાં ઉપપાત જન્મથી ઉત્પન્ન થનારા દેવો, અને અશુભનામ કર્મના યોગથી નરકમાં ઉપપાત જન્મથી ઉત્પન્ન થનારા તે નારક પંચેન્દ્રિય સંજ્ઞી જીવો છે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ રવરૂપ.
%
e0%
B8
%
૩૭. બિટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org