________________
બળ પ્રાણ ત્રણ છે. (યોગ પ્રાણ)
૬-૧ મનોબળ : જે દ્વારા સંશી જીવ કોઈપણ પદાર્થ સંબંધી ચિંતન મનન કરી શકે અથવા મનના નિમિત્તથી થતો વ્યાપાર તે યોગ. જેના દ્વારા બળનો અર્થ સ્પષ્ટ થાય છે. મનોવર્ગણારૂપ પુદ્ગલપરમાણુઓના સમુદાયનું બને છે તે દ્રવ્ય મન છે. ચિંતન વ્યાપાર તે ભાવમન છે.
૭-૨ વચનબળ : તે દ્વારા કોઈપણ જીવ પોતાને યોગ્ય ભાષાનો અલ્પાધિક ઉચ્ચાર કરી શકે છે.
૮-૩ કાયબળ : તે દ્વારા જીવ શરીર સંબંધી વિવિધ પ્રવૃત્તિ કરી શકે છે.
૯ શ્વાસોચ્છવાસ :જીવ શ્વાસોચ્છ્વાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી તેઓને શ્વાસોચ્છ્વાસ રૂપે પરિણમાવી, અવલંબી જે શ્વાસોચ્છ્વાસ ક્રિયા લેતા મૂકતા ચાલે છે, તે શ્વાસોચ્છ્વાસ પ્રાણ કહેવાય છે.
ઘ્રાણેન્દ્રિયવાળા જીવોને ઘ્રાણેન્દ્રિય દ્વારા જે શ્વાસોચ્છ્વાસ ગ્રહણ કરાય છે. અને સ્પષ્ટ દેખાય છે તે બાહ્ય ઉચ્છ્વાસ છે. પરંતુ શ્વાસોચ્છ્વાસ ગ્રહણ અને પરિણમન થવું સર્વ આત્મપ્રદેશે થાય છે તે અત્યંતર ઉચ્છ્વાસ છે. તે ચક્ષુગોચર નથી.
જે જીવોને નાસિકા નથી તેઓને નાસિકા વિના શરીરના સર્વ પ્રદેશે આ ક્રિયા થાય છે. તેમને કેવળ અત્યંતર શ્વાસોચ્છ્વાસ હોય છે. શ્વાસોચ્છ્વાસ ચાલુ હોય ત્યારે જીવ જીવે છે એમ કહેવાય છે.
૧૦. આયુષ્યપ્રાણ : આયુષ્ય કર્મના પુદ્ગલ તે દ્રવ્ય આયુપ્રાણ છે. તે પુદ્ગલો વડે જીવ જેટલો સમય શરીરમાં ટકે તે તેનું આયુષ્ય છે. જીવને જીવવામાં એ આયુષ્ય કર્મના પુદ્ગલો મુખ્ય કારણ છે.
શ્રાવકના ગુણોનો પરિચય કરો
દયાળુ, વિશેષજ્ઞ, વૃદ્ધાનુગ, ગુણાનુરાગી, લજ્જાવંત, માધ્યસ્થ, સૌમ્યભાવ, પરોપકારી, રૂપવાન, દાક્ષિણ્ય, દીર્ઘદર્શી, લબ્ધલક્ષ્ય, સમતાવન, અક્રૂર, અશઠ, કૃતજ્ઞ, લોકપ્રિય, પાપભીરુ, સત્કથક, સુપક્ષયુક્ત, વિનીત અને અક્ષુદ્ર.
Jain Education International
૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org