________________
ક
પાઠ : ૧૯ પ્રાણ
પ્રાણના બે પ્રકાર : ૧. દ્રવ્ય પ્રાણ ૨. ભાવ પ્રાણ. સંસારી જીવને બંને પ્રાણ હોય છે. દિવ્યપ્રાણઃ જેના સંયોગથી જીવને જીવન અવસ્થા પ્રાપ્ત થાય છે, અને જેના વિયોગથી જીવને મરણ અવસ્થા પ્રાપ્ત થાય છે તે “પ્રાણ” દ્રવ્યપ્રાણ છે. અથવા જીવને દેહના જીવવા માટેના જે સાધનો છે તે તથા જીવને વિવિધરૂપે સહાય કરે છે તે પ્રાણ છે.
સામાન્યપણે દેહધારી જીવ જીવે છે તેની પ્રતીતિ જે બાહ્ય લક્ષણોથી થાય છે તે લક્ષણો દ્રવ્ય પ્રાણ છે, એવા દસ કે અલ્પાધિક પ્રાણો વડે સંસારીજીવ જીવે છે.
ભાવપ્રાણઃ દેહ રહિત સિદ્ધાત્માને પોતાના સ્વભાવરૂપ પ્રાણ હોય છે તે ભાવપ્રાણ છે. જેના દ્વારા તેઓ શાશ્વત જીવંતપણું અનુભવે છે. તે ભાવપ્રાણ ચાર પ્રકારે છે.
ભાવપ્રાણ સિધ્ધજીવના ચાર પ્રાણ
દ્રવ્યપ્રાણ સંસારી જીવના દસ પ્રાણ પાંચ ઇન્દ્રિય ત્રણ બળ શ્વાસોચ્છવાસ આયુષ્ય
દર્શન
જ્ઞાન ચારિત્ર - વિતરાગતા (ક્રિયા) વિર્ય – શક્તિ
પ્રાણનું વિશેષ સ્વરૂપ જીવન જીવવાની શક્તિ તે પર્યાપ્તિ પ્રાણનું કારણ છે, પ્રાણ કાર્ય છે. પર્યાપ્તિનો કાળ અંતરમુહૂર્ત છે. પ્રાણ જીવનપર્યત રહે છે. કયા પ્રાણ કઈ પર્યાપ્તિ વડે ઉત્પન્ન થાય છે, તે જણાવે છે.
૫ ઇન્દ્રિય પ્રાણ
મુખ્યત્વે ઈન્દ્રિય પર્યાપ્તિ વડે ૧ કાયબળ
શરીર '' '' ૧ વચનબળ
ભાષા '' '' ૧ મનોબળ
મનઃ
, ૧ શ્વાસોચ્છવાસ પ્રાણ
શ્વાસોચ્છવાસ ” ૧ આયુમાણ- તેમાં આયરાદિ પર્યાપ્તિ સહચારી અને ઉપકારી કારણ છે.
ઈન્દ્રિયોને સ્થાને ઇન્દ્રિયોને આકારે ગોઠવાયેલી વિષય ગ્રહણ કરવાની શક્તિવાળા અતિ સ્વચ્છ પુગલો તે અત્યંતર નિવૃત્તિ (રચના) દ્રવ્યેન્દ્રિય છે. તથા જીવમાં તે સ્થાને રહેલા આત્મપ્રદેશોમાં વિષય બોધ કરવાની જે શક્તિ તે ભાવઈન્દ્રિય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org